મોડાસા,20 નવેમ્બર (હિ.સ.) જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, અરવલ્લી દ્વારા કાર્યરત SANKALP – DISTRICT HUB FOR EMPOWERMENT OF WOMEN તથા બેટી બચાવો, બેટી પઢાવો યોજના અંતર્ગત બાલિકા સરપંચ, બાલિકા ઉપસરપંચ અને તેજસ્વીની દીકરીઓને વિવિધ વિભાગોની કામગીરી, યોજનાકીય કામગીરીનું અમલીકરણ કરવા, મહિલા સશક્તિકરણ તેમજ ગ્રામ્ય વિકાસમાં દીકરીઓ ભાગીદાર બને તે માટે માહિતી- માર્ગદર્શન આપવા માટે મેઘરજ ખાતે બાલિકા પંચાયતની દીકરીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું .
સદર કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ, રેવન્યુ વિભાગ, શિક્ષણ વિભાગ, તાલુકા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, પોલીસ વિભાગ, શી ટીમ, 181 અભયમ્ મહિલા હેલ્પ લાઇન, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી વગેરે વિવિધ વિભાગની કામગીરી અને યોજનાની જાણકારી આપવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં મેઘરજ તાલુકાના તમામ ગ્રામ પંચાયતના બાલિકા સરપંચ, ઉપસરપંચ અને તેજસ્વિની દીકરીઓ જોડાઈ હતી. કાર્યક્રમમાં બેટી બચાવો, બેટી પઢાવો યોજના, બાલિકા પંચાયતની કામગીરી, મહિલા લક્ષી વિવિધ કાયદાઓ-યોજનાઓ, સમાજ સુરક્ષા વિભાગની વિવિધ યોજનાઓ-કામગીરી, મહિલા અને બાળ અધિકારીની કચેરીની વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવેલ હતી. દીકરીઓના જન્મ, સુરક્ષા અને સલામતી પર ભાર મુકવામાં આવેલ તથા દીકરીના જન્મને વધાવવા અંગે સપથ લેવડાવવામાં આવેલ હતી. કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ અધિકારી હસીના મન્સુરી, મેઘરજ મામલતદાર, સહાયક માહિતી નિયામક નિધી જયસ્વાલ, બાળ વિકાસ યોજના અધિકારી, RBSK મેડીકલ ઓફિસર , જિલ્લા બાળ સુરક્ષા વિભાગના પ્રતિનિધિ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના પ્રતિનિધિ,181 અભ્યમના સંચાલક, જેન્ડર સ્પેસીયાલીસ્ટ અકરમ શેખ સહિતના લોકો ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ