પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) પાટણ એસ.ઓ.જી ટીમ પેટ્રોલિંગ દરમિયાન રાધનપુર મસાલી રોડ પર બાતમીના આધારે દિયોદર તાલુકાના સુરાણા ગામના પ્રવીણકુમાર રૂગનાથભાઈ જોષીને રોકી તપાસ કરી હતી. બાઈક બાબતે સંતોષકારક જવાબ અને પુરાવા ન આપી શકતા પોલીસે તેની બેગની તપાસ કરી, જેમાં કીપેડવાળા 52 મોબાઈલ ફોન મળી આવ્યા.
પોલીસે શખ્સને અટક કરી 52 મોબાઈલ અને બાઈક જપ્ત કર્યા બાદ વધુ તપાસ માટે રાધનપુર પોલીસને સોંપ્યો હતો. એસ.ઓ.જી ટીમના જણાવ્યા પ્રમાણે પોલીસે આ કેસમાં આગળની કાર્યવાહી શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર