પાટણ, 21 નવેમ્બર (હિ.સ.) રાધનપુર તાલુકાના દેવ ગામના નટવરભાઈ કાનાભાઈ વાલ્મિકીએ બંનાસ ડેરીમાં દૂધ ભરાવાના મુદ્દે જાતિ વિરુદ્ધ શબ્દો અને ધમકીઓ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 31 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યે ડેરીમાં દૂધ લેવા પહોંચેલા નટવરભાઈને મહિલા ચૌધરી કમાભાઈએ જાતિ વિરુદ્ધ શબ્દો બોલી દૂધ ન લેવા માટે કહ્યું.
જ્યારે નટવરભાઈએ વિરોધ કર્યો, ત્યારે મહિલા ઉશ્કેરાઈ તેમના ઘરે જઇ યુવક નીતિશભાઈને બોલાવી લાવી. બંનેએ અપશબ્દો બોલીને નટવરભાઈ સાથે મારામારી કરી અને જાતિ અપમાનિત શબ્દો બોલ્યા. નટવરભાઈએ ચૌધરી કમીબેન કમાભાઈ અને નીતિશભાઈ કમાભાઈ વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ તથા મારપીટની ફરિયાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર