આંબલિયારા પોલીસના ગેરકાયદે પશુઓની હેરાફેરીના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને પેરોલ ફ્લો સ્કવોર્ડે દબોચ્યો
મોડાસા, 20 નવેમ્બર (હિ.સ.) અરવલ્લી જીલ્લા પોલીસ તંત્ર પણ પરિણામલક્ષી કામગીરી કરવા તત્પર બન્યું છે. છેલ્લા એક વર્ષથી બાયડ તાલુકાના આંબલીયારા પોલીસ મથકમાં ગેરકાયદે પશુઓની હેરાફેરી કરવાના ગુનામાં સંડોવાયેલો મોડાસા ચાંદટેકરીનો આરોપી ફરાર હતો જેથી જીલ્લામ
*Aravalli: Parole Flow Squad arrests accused absconding for the past one year in Ambliyara Police's illegal cattle smuggling case*


મોડાસા, 20 નવેમ્બર (હિ.સ.) અરવલ્લી જીલ્લા પોલીસ તંત્ર પણ પરિણામલક્ષી કામગીરી કરવા તત્પર બન્યું છે. છેલ્લા એક વર્ષથી બાયડ તાલુકાના આંબલીયારા પોલીસ મથકમાં ગેરકાયદે પશુઓની હેરાફેરી કરવાના ગુનામાં સંડોવાયેલો મોડાસા ચાંદટેકરીનો આરોપી ફરાર હતો જેથી જીલ્લામાં નોંધાયેલા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે જીલ્લા પોલીસ અધિક્ષકે તાકીદ કરતાં જીલ્લા પોલીસ તંત્રની વિવિધ એજન્સીઓ સક્રિય બની હતી અરવલ્લી જીલ્લા પોલીસ ટીમના પેરોલ ફ્લો સ્કવોર્ડના પોલીસ ઇન્સ્પેક્ટર જી. કે. વહુનીયા અને તેમની ટીમ આવા નાસ્તા ફરતા આરોપીઓની શોધમાં હતા ત્યારે તેમણે બાદમી આધારે આરોપીના ઘરે ચાંદટેકરી વિસ્તારમાં ત્રાટકી આરોપીનું ઘર કોર્ડન કરી આરોપી સાદિકભાઈ ઉર્ફે સાજીદ ઉર્ફે લુલો સફીભાઈ મુલતાની રહે. ચાંદટેકરી તા. મોડાસાને દબોચી લઇ વધુ તપાસ અર્થે આંબલીયારા પોલીસને સુપ્રત કર્યો હતો

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande