મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પછી હવે ગુજરાતમાં, ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' કરમુક્ત થવાની શક્યતા 
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિટીગોલ્ડમાં ફિલ્મ નિહાળશે, જિતેન્દ્ર અને એકતા કપૂરને મળશે અમદાવાદ,20 નવેમ્બર (હિ.સ.) દેશભરમાં 15 નવેમ્બરના રોજ 2002ના ગોધરા કાંડ પર આધારિત રિલીઝ થયેલી એકતા કપૂર નિર્મિત અને વિક્રાંત મેસી તથા રાશિ ખન્ના સ્ટારર ફિલ્મ 'ધ
film The Sabarmati Report


- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિટીગોલ્ડમાં ફિલ્મ નિહાળશે, જિતેન્દ્ર અને એકતા કપૂરને મળશે

અમદાવાદ,20 નવેમ્બર (હિ.સ.) દેશભરમાં 15 નવેમ્બરના રોજ 2002ના ગોધરા કાંડ પર આધારિત રિલીઝ થયેલી એકતા કપૂર નિર્મિત અને વિક્રાંત મેસી તથા રાશિ ખન્ના સ્ટારર ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' હાલ ચર્ચામાં રહે છે. ભારતીય રાજકારણમાં સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાંથી એક છે. ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સિટી ગોલ્ડ સિનેમાઘરમાં આ ફિલ્મ નિહાળશે. તેમજ ગુજરાતમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવે એવી શક્યતાઓ છે.આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપૂર અને પીઢ અભિનેતા જિતેન્દ્ર સાથે પણ મુલાકાત કરશે.

તાજેતરમાં આ ફિલ્મને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. જેની જાહેરાત કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો. મોહન યાદવે અન્ય નેતાઓને પણ ફિલ્મ જોવાનું સૂચન કર્યું છે. માત્ર એટલું જ નહીં, મંગળવારે ડો.મોહન યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 'ધ સાબરમતી રિપોર્ટ'ની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને એક યુઝરના ટ્વીટ પર રિટ્વીટ કર્યું છે. આ ટ્વીટ ફિલ્મ 'ધ સાબરમતી રિપોર્ટ' પર હતું. 'સત્ય સામે આવે જ છે...'-વડાપ્રધાન મોદી. તેમણે કહ્યું, સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે, એ પણ એવી રીતે કે સામાન્ય લોકો પણ એને જોઈ શકે. ખોટા ખ્યાલ થોડા સમય માટે જ ટકી શકે છે, આખરે તથ્યો બહાર આવે છે.

વડાપ્રધાન મોદીએ રિટ્વીટ કરેલું ટ્વીટ એક પત્રકારનું છે. ફિલ્મ અંગે કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ જોવી જ જોઈએ. આ ફિલ્મ આપણા ઈતિહાસની સૌથી શરમજનક ઘટનાનું સત્ય બહાર લાવે છે. મેકર્સે એને બનાવતી વખતે આદર અને સંવેદનશીલતાનું ખૂબ ધ્યાન રાખ્યું છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે કેટલાક રાજકારણીઓએ એક નેતાની છબિને ખરાબ કરવા માટે ટ્રેનમાં મુસાફરોને સળગાવવાની ઘટનાનો ઉપયોગ કર્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા પણ આ ફિલ્મની પ્રશંસા કરી છે. ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા યુઝરની એક પોસ્ટ શેર કરી, જેમાં વિક્રાંતની ફિલ્મ જોવાનાં ઘણાં કારણો આપવામાં આવ્યાં છે. અમિત શાહે લખ્યું, 'કોઈ પણ શક્તિશાળી ઈકોસિસ્ટમ ગમે તેટલી કોશિશ કરે, સત્ય ક્યારેય છુપાતું નથી. ફિલ્મ 'સાબરમતી રિપોર્ટ' આ ઇકોસિસ્ટમને હિંમત સાથે નકારી કાઢે છે અને ભવિષ્યને અસર કરતી આ ઘટનાનું સત્ય લાવે છે.

27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશન નજીક ટોળા દ્વારા સાબરમતી એક્સપ્રેસ S6 કોચને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટનામાં 58 કારસેવકોના સળગીને મોત થયા હતા. આ પછી ગુજરાતમાં 2002માં રમખાણો થયાં હતાં. લગભગ 9 વર્ષ પછી ગોધરાકાંડ પછીના ટ્રાયલમાં 31 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 2011માં એસઆઇટી કોર્ટે 11 દોષિતોને ફાંસીની સજા અને 20ને આજીવન કેદની સજા સંભળાવી હતી. બાદમાં ઓક્ટોબર 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande