સોમનાથ,20 નવેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાંચી સ્થિત મોક્ષ પીપળે પિતૃ તર્પણ માટે તમિલનાડુ થી યજમાન આવ્યા હતા અને યજમાન મોક્ષ પીપળે પિતૃ તર્પણ. કરી. ધન્ય બન્યા હતા. યાત્રાધામ પ્રાચી તીર્થમાં કારતક માસમાં. સરસ્વતી નદીની અંદર સ્નાન કરીને પ્રાચી તીર્થ ના મોક્ષ પીપળા પાણી રહેતા યાત્રિક ભાવિકોનો ઉમટ્યો પ્રવાહ, ત્યારે માધવરાયજી ભગવાનનાં સાનિધ્યે પ્રાચી તિર્થે આવેલા મોક્ષ પીપળાને આ દિવસે પાણી આપવું અત્યંત શુભ માનવામાં આવે છે.આજનાં દિવસે મોટી સંખ્યામાં ભક્તો પ્રાચી પવિત્ર કુંડમાં સ્નાન કરી પિતૃ તર્પણ કરી પુણ્યનું ભાથુ બાંધી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ