મોડાસા, 20 નવેમ્બર (હિ.સ.)સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા સમાહર્તા ડૉ. રતનકંવર ગઢવી ચારણની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.ગ્રામીણ પેયજળ કાર્યક્ર્મ અંતર્ગત અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ 1187 યોજનાઓને 30071.48 લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી ૮૦૫ યોજનાઓની કામગીરી ૮૯૮૮. ૦૦ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ છે. અને ૦૮ યોજનાનું અમલીકરણ પાણી સમિતિ દ્વારા પ્રગતિમાં છે.આ બેઠકમાં રીજુવીનેશન કાર્યક્રમ હેઠળ ઇડરના નવા ચામુ ખાતે હયાત કુવા ઉંડો તથા પાઇપલાઈન, પમ્પીંગ મશીનરી અને વીજળીકરણની કામગીરી માટે અંદાજિત ૩૪. ૪૭ લાખના ખર્ચની યોજનાની વહિવટી મંજુરી આપવામાં આવી હતી.આં ઉપરાંત યાંત્રિક વિભાગના ૧૭ કામોને અંદાજિત ૧૫. ૯૨ લાખના ખર્ચે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જેમાં હિંમતનગર તાલુકાના પાંચ, ઇડરમાં છ, વડાલીના બે અને તલોદના બે કામોનો સમાવેશ થાય છે. આં બેઠકમા સફાઈ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ શૌચાલયના લાભાર્થીઓને યોજનાકીય લાભ વિતરણ કરવામાં આવ્યા હતા.આ બેઠકમાં સરપંચો, જિલ્લા વિકાસ અધિકારી,મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, તથા સમિતિના અમલીકરણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ