મોડાસા, 20 નવેમ્બર (હિ.સ.) પોલીસ કે કાયદા ની સહેજપણ ડર ન હોય તેમ રોજિંદા નીત નવા નવા ગુંડા તત્વોએ હવે ગુજરાત ને માથે લીધું હોય તેવી ઘટનાઓ બની રહી છે ત્યારે ગુજરાત ના મુખ્યંત્રી અને ગૃરાજ્યમંત્રી ઓપરેશન ગંગાજળ ની જેમ અસામાજિક તત્વો અને ગુંડતત્વો નો ખાત્મો કરવા ની કોઈ કડક યોજના અમલમાં મુકવામાં આવે તેવી લોક માંગણીઓ ઊભી થઈ છે
ગુજરાતમાં અસામાજિક તત્વો ને જાણે પોલીસનો ખૌફ ન હોય તેમ,જાહેરમાં હુમલો અને હત્યાની ઘટના ને અંજામ આપતા હોય છે, તો નગર હોય કે શહેર હોય પોતાનું વર્ચસ્વ જમાવવા ગુંડાગરદી પર ઉતરી આવી, જાહેરમાં હુમલાઓ કરવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે, અરવલ્લી જિલ્લાના માલપુર નગરના માર્કેટ યાર્ડ માં બે વેપારીઓ ઉપર પાણી ઢોળાવવા જેવી સામાન્ય બાબતે આરોપી ઓ એ હુમલો કર્યો હોવા ના વાયરલ થયેલ સી સી ટી વી ફૂટેજ સામે આવ્યા છે, જેને લઈ કાયદો અને વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠ્યા છે, માલપુર માર્કેટયાર્ડના વેપારીઓ ઉપર હીંચકારા હુમલાની ઘટનાએ લોકોમાં ભય પેદા કર્યો છે, પોલીસ જાહેરમાં ખૌફ પેદા કરનાર આવા આરોપીઓ ને કાયદાના એવા પાઠ ભણાવે કે,બીજી વાર કોઈની સામે આંખ ઉંચી કરી ને ન જુવે એવી લોક માંગ ઉઠી છે, હાલતો મામલો માલપુર પોલીસ સ્ટેશન ખાતે પહોચ્યો હોવાની અને હુમલા માં ભોગ બનનારે, માલપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા ની તજવીજ હાથ ધરી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે ,
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ