શેલા ગામ ખાતે નવીનીકરણ કરવામાં આવેલ ગામ તળાવનું લોકાર્પણ કરતા, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
- આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 75 જિલ્લાઓમાં અમૃત તળાવોના નિર્માણના સંકલ્પને આગળ ધપાવતા અમિત શાહ - સાંસદ તરીકે ચૂંટાયા બાદ શાહે ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા તેમજ લોકસભા ક્ષેત્રમાં તળાવોના નવીનીકરણ માટે આદરેલ ઘનિષ્ઠ
Union Home Minister Amit Shah inaugurating the renovated village pond at Shela village


Union Home Minister Amit Shah inaugurating the renovated village pond at Shela village


- આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 75 જિલ્લાઓમાં અમૃત તળાવોના નિર્માણના સંકલ્પને આગળ ધપાવતા અમિત શાહ

- સાંસદ તરીકે ચૂંટાયા બાદ શાહે ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા તેમજ લોકસભા ક્ષેત્રમાં તળાવોના નવીનીકરણ માટે આદરેલ ઘનિષ્ઠ અભિયાન

અમદાવાદ,20 નવેમ્બર (હિ.સ.) ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે શેલા ગામ ખાતે નવીનીકરણ કરવામાં આવેલ ગામ તળાવનું લોકાર્પણ કર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે યુપીએલ કંપનીના સીએસઆર ફંડ અને પદ્મશ્રી રજનીકાંત શ્રોફના સહયોગથી શેલાગામ તળાવનું પદ્મભૂષણ રજનીકાંત શ્રોફ સરોવર અને ઉદ્યાન નામાભિધાન સાથે બ્યુટીફિકેશન કરવામાં આવેલ છે,શાહે આ પ્રસંગે વૃક્ષારોપણ પણ કર્યું હતું. નવીનીકરણ પામેલ 5.45 હેક્ટરના આ તળાવમાં લેક ઝોન, પબ્લિક પાર્ક જેવી અનેક સુવિધાઓ અને સાથે સાથે વૃક્ષોનું વાવેતર, સ્ટ્રોમ વોટર મેનેજમેન્ટ, ભૂગર્ભજળ રિચાર્જ, વનસ્પતિઓ અને પ્રાણીઓ તથા પક્ષીઓની પણ કાળજી લેવાય તે માટેની વ્યવસ્થા, મિયાવાકી પદ્ધતિથી નાનું સુંદર વનનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પિકનિક સેન્ટર, રમત-ગમતના સાધનો સહિત બાળકો અને સિનિયર સિટીઝન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે અમિત શાહના સાંસદ તરીકે ચૂંટાયા બાદ તેઓએ ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા બને અને ક્ષેત્રમાં ગ્રીન કવર વધે તે માટે ઘનિષ્ઠ અભિયાન આદર્યું છે આ ઉપરાંત લોકસભા ક્ષેત્રમાં અને તળાવોના નવીનીકરણી ઝુંબેશ પણ હાથ ધરી છે,અમિત શાહના કહ્યા મુજબ તળાવ નવીનીકરણનું કામ દેખાવમાં નાનું પણ મહત્વનું છે. વર્ષો સુધી વરસાદ આવે તળાવ ભરાય જમીનના પાણીના તળ ઊંચા આવે તેવી જરૂર વ્યવસ્થા ઊભી કરવા પર અમિત શાહ અનેકવાર ભાર આપી ચૂક્યા છે.

અમિત શાહના આ ઉમદા પ્રયાસોના કારણે આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અનેક ગામ અને શહેરના તળાવો પુનર્જીવિત થઈને સુંદર બન્યા છે. જેને પરિણામે આ તળાવો ગામડાઓમાં ઊર્જાનું કેન્દ્ર અને ધમધમતા હોટસ્પોટ તરીકે ઉભરી આવ્યા છે. આ તળાવોમાં જલ સંચય થવાની સાથે અનેક નાગરિકો, પશુઓ, પક્ષીઓ, ખેતરો અને ધરતીની તરસ છીપાવવામાં પણ ઉત્તમ માધ્યમ પુરવાર થઈ રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande