રાહુલની સભામાં બંધારણની કોરી નકલો દર્શાવે છે કે, તેઓ મૂળભૂત સિદ્ધાંતોથી ભટકી ગયા છે
નવી દિલ્હી, 8 નવેમ્બર (હિ.સ.). ભારતીય જનતા પાર્ટીએ, શુક્રવારે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર ભ્રષ્ટાચાર અને વીવીઆઈપી કલ્ચર અપનાવવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે, કદમાં મોટા કપડા પહેરીને સામાન્ય માણસ હોવાનો દાવો કરનાર આપ નેતા આલીશાન 'શીશ મહેલ'માં રહે છે.
આજે પાર્ટી હેડક્વાર્ટર ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ પીડબલ્યુડી દ્વારા તાજેતરમાં તૈયાર કરાયેલી ઈન્વેન્ટરીના આધારે આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલ વીવીઆઈપી સંસ્કૃતિના સૌથી મોટા પ્રતીક છે. તેમણે કહ્યું કે, એક સમયે કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતના ઘરે 10 એસી હોવાનો મુદ્દો ઉઠાવતા હતા, પરંતુ હવે તેમના આવાસમાં 250 ટનના એસી લગાવવામાં આવ્યા છે. તેઓ 1 કરોડ રૂપિયાના સમોસા ખાય છે. આવાસમાં 88 ઇંચનું ટીવી છે.
આ સાથે ભાટિયાએ, રાહુલની સભામાં કથિત રીતે કોરા પાના ધરાવતી બંધારણની નકલ વહેંચવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, જે લોકો બંધારણની વાત કરે છે તેઓ તેના મૂળ સિદ્ધાંતોથી દૂર ભટકી ગયા છે. બંધારણના શપથ લેનાર વિપક્ષી નેતા રાહુલ ગાંધી 'ભારતનું બંધારણ' લખે છે અને જ્યારે આ પુસ્તક ખોલવામાં આવે છે, ત્યારે તે માત્ર એક કોરો કાગળ છે. તેમણે પૂછ્યું કે, શું ડૉ.બી.આર. આંબેડકરે ભારતને માત્ર બંધારણનું આવરણ આપ્યું હતું? શું વિરોધ પક્ષના નેતાએ બંધારણ ન વાંચવું જોઈએ?
હિન્દુસ્થાન સમાચાર/અનુપ શર્મા/દધીબલ યાદવ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ