નવી દિલ્હી, 8 નવેમ્બર (હિ.સ.). વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, શુક્રવારે મહારાષ્ટ્રમાં ચૂંટણી રેલીઓ દરમિયાન જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ સમાજ સેવા અને આધ્યાત્મિકતા પ્રત્યે જૈનાચાર્યના યોગદાનની પણ પ્રશંસા કરી હતી.
ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા વડાપ્રધાન મોદીએ લખ્યું, “ધુળેમાં જૈનાચાર્ય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબ સાથે મુલાકાત કરી. સમાજ સેવા અને આધ્યાત્મિકતા પ્રત્યે તેમનું યોગદાન પ્રશંસનીય છે. તેઓ તેમના ઉત્કૃષ્ટ લખાણો માટે પણ વખણાય છે.”
ઉલ્લેખનીય છે કે, જૈનાચાર્ય રત્નસુંદરસૂરિ મહારાજે આધ્યાત્મિકતા અને ધર્મ પર ઓછામાં ઓછા 400 પુસ્તકો લખ્યા છે. જૈનાચાર્ય રત્નસુંદરસૂરિ મહારાજને 2017 માં આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ ભારતના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/સુશીલ કુમાર/દધીબલ યાદવ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ