
કલકતા,નવી દિલ્હી, 21 ડિસેમ્બર, (હિ.સ.) રાષ્ટ્રીય
સ્વયંસેવક સંને જોઈને સમજવું સંભવ
નથીતેને અનુભવવું
પડે.આ વાતરાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ.
મોહન ભાગવતે રવિવારે, કલકતાના સાયન્સ સિટી ઓડિટોરિયમમાં આયોજિત સંઘના 100 વર્ષ - નવા
ક્ષિતિજ વ્યાખ્યાન શ્રેણીના પ્રથમ સત્રને સંબોધતા કહી.
તેમણે કહ્યું કે,” સંઘનું નામ દુનિયા જાણે છે, પરંતુ યોગ્ય લોકો
પાસે તેના કાર્ય વિશે યોગ્ય ખ્યાલ નથી. સંઘના શુભેચ્છકો પાસે પણ તેના કાર્ય વિશે સચોટ
માહિતીનો અભાવ છે.” તેમણે કહ્યું કે,” લોકો ઘણીવાર સંઘને ભાજપ દ્વારા
જોવાનો પ્રયાસ કરે છે, જે ખોટું છે.”
ડૉ. મોહન ભાગવતે કહ્યું કે,” આજેસંઘ,દેશભરમાં 120,000 પ્રોજેક્ટ્સ
દ્વારા રાષ્ટ્ર અને સમાજના ઉત્થાન માટે પ્રયત્નશીલ છે. સંઘને સમજવા માટે, વ્યક્તિએ સંઘ વિશે
પોતાના મંતવ્યો બાજુ પર રાખીને તેનો અનુભવ કરવો જોઈએ.”
આરએસએસની સ્થાપનાની પૃષ્ઠભૂમિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું
કે,” આરએસએસની રચના કોઈ પણ પરિસ્થિતિની પ્રતિક્રિયા તરીકે, કોઈનો વિરોધ કરવા, કોઈની સાથે
સ્પર્ધા કરવા અથવા સફળતા મેળવવા માટે થઈ ન હતી. તે હિન્દુ સમાજના સર્વાંગી ઉત્થાન
માટે અસ્તિત્વમાં આવ્યું હતું.”
સંઘપ્રમુખે કહ્યું કે,” દેશની વર્તમાન પરિસ્થિતિઓ સંતોષકારક
નથી. દેશ એક પછી એક બાહ્ય હુમલાઓનો સામનો કરી રહ્યો હતો. અંગ્રેજો પહેલા પણ આપણે
ગુલામીની પીડા સહન કરી હતી. પરિણામે, હિન્દુ સમાજને સંગઠિત કરવાની જરૂરિયાત અનુભવાઈ. સમાજના
આચરણની ગુણવત્તા સુધારવા માટે, દેશભરમાં કાર્યકરોનું એક જૂથ બનાવવું જરૂરી હતું.”
તેમણે કહ્યું કે,” હિન્દુ ફક્ત એક નામ નથી પરંતુ એક વિશેષણ
છે જે સર્વસમાવેશક છે અને સૌનું કલ્યાણ ઇચ્છે છે. જે કોઈ ભારતને પોતાની માતા તરીકે
પૂજે છે તે હિન્દુ છે.”
હિન્દુસ્થાન સમાચાર / સંતોષ મધુપ / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ