સોમનાથ,21 ડિસેમ્બર (હિ.સ.) ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના સહકારથી અને સોમનાથ જિલ્લા શાખાના ઉપક્રમે વિનામૂલ્યે આંખની તપાસ તથા ચશ્મા વિતરણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદથી આંખ તપાસ તથા ચશ્મા વિતરણ વ્યવસ્થા માટે હિમાંશુ શ્રીમાળી અને તેની ટીમ દ્વારા 700 લોકોની આંખોની તપાસ કરી જરૂરી તમામ લોકોને વિના મૂલ્યે ચશ્મા આપવામાં આવ્યાં હતા.
આ તકે રેડક્રોડ સોસાયટી, વેરાવળના ચેરમેન કિરીટ ઉનડકટ, સેક્રેટરી સેવારામ મુલચંદાણી, ટ્રેઝરર સમીર ચંદ્રાણી, પરાગ ઉનડકટ, ભાવેશ મહેતા તથા રાજુ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પ્રોજેક્ટ ટીમના સભ્યો અનિષ રાચ્છ, અતુલ કાનાબાર, વિમલ ગજ્જર અને ગીરીશ વોરાએ સમગ્ર વ્યવસ્થા ગોઠવી હતી. સાથે રેડ ક્રોસ સેન્ટરનો સમગ્ર સ્ટાફ પણ સેવામા જોડાયો હતો. વિશેષમાં મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ.ની વિદ્યાર્થિનીઓ પણ સેવામાં જોડાઇ હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ