સોમનાથ,21 ડિસેમ્બર (હિ.સ.) જિલ્લા આંકડા અધિકારીની કચેરી, ગીર સોમનાથ ખાતે લોકલ બોડી એકાઉન્ટની કામગીરીની સમીક્ષા અને તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાનાં તમામ તાલુકાનાં આંકડા મદદનીશઓ, સંશોધન મદદનીશશ્રીઓને તાલીમ આપવામાં આવી હતી.
તાલીમ દરમિયાન સામાન્ય વહિવટ વિભાગ હેઠળનાં ગુજરાત સામાજિક આંતર માળખાકિય વિકાસ સોસાયટી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના સંયુક્ત નિયાયક દિલીપસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિત તથા આયોજન અધિકારી જે.સી.ઠાકોર, ઇન્ચાર્જ જિલ્લા આંકડા અધિકારી કે.ડી.ડોડીયા, સંશોધન અધિકારી એસ.બી.બાગુલની ઉપસ્થિતિમાં તાલીમ આપવામાં આવી હતી.
રાજ્ય સરકારનાં દિશા નિર્દેશ મુજબ 13 મા નાણાપંચની ભલામણ અનુસાર જિલ્લાનાં આવકનાં અંદાજો સંગીન બનાવવા માટે, બંધારણનાં 73 અને 74 માં સુધારા અન્વયે અસ્તિત્વમાં આવેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવક અને ચુકવણી(ખર્ચ)ની માહિતી પરથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વાર્ષિક હિસાબો તૈયાર કરવા સબબ વિસ્તારથી સમજ આપવામાં આવી હતી. તાલીમમાં ગ્રામ્ય કક્ષાએ-ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત, જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત તથા શહેરી વિસ્તારોમાં નગરપાલિકાઓ વિસ્તારમાં વિવિધ વિકાસનાં કામો રાજ્ય સરકારનાં તમામ વિભાગો દ્વારા અનેકવિધ યોજના અંતર્ગત ફાળવવામા આવેલ ગ્રાન્ટ અને તેનાં ખર્ચનાં વાર્ષિક હિસાબોનું Economic Category and Purpose Category તથા સદર-પેટા સદર મુજબ વિશ્લેષણ, કૉડીંગ અને GISS PORTAL પર તમામ વિગતોની ONLINE ENTRY બાબતે તાલીમ આપવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ