સોમનાથ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા ઓઇલ ઢોળાવા અને તેના પર નિયંત્રણ મેળવવા માટેની મોકડ્રીલ યોજાઇ
સોમનાથ,21 ડિસેમ્બર (હિ.સ.) જિલ્લા આપતિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા મૂળ દ્વારકા પોર્ટ ખાતે ઓઇલ ઢોળાવા (oilSpillage) બાબતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ યોજીને દરિયામાં વાસ્તવિક રીતે ઓઇલ ઢોળાવવા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરી
ઓઇલ ઢોળાવા અને તેના પર નિયંત્રણ મેળવવા માટેની મોકડ્રીલ યોજાઇ


સોમનાથ,21 ડિસેમ્બર (હિ.સ.) જિલ્લા આપતિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા મૂળ દ્વારકા પોર્ટ ખાતે ઓઇલ ઢોળાવા (oilSpillage) બાબતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલ યોજીને દરિયામાં વાસ્તવિક રીતે ઓઇલ ઢોળાવવા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરીને સંબંધિત વિભાગો દ્વારા કરવાની થતી રાહત અને બચાવની કામગીરી અંગે નિદર્શન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલમાં કોસ્ટ ગાર્ડ વેરાવળ, મેરિટાઇમ બોર્ડ વેરાવળ, ફિશરિઝ વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, ફાયર વિભાગ, આરોગ્ય વિભાગ, GPCB, પોલીસ વિભાગ, વાહન વ્યવહાર વિભાગ,GSRTC,PGVCL, નગરપાલીકા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ફોરેસ્ટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ,ઇન્ડસ્ટ્રીઝ (અંબુજા સિમેન્ટ, ઇન્ડિયન રેયોન,HPCL વિગેરે) દ્વારા રાહત અને બચાવની કામગીરી તથા “oilSpillage” નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાઓ અંગે અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ મોકડ્રીલથી ભવિષ્યમાં આ પ્રકારની કોઈપણ દૂર્ઘટના બને તો તમામ વિભાગો વચ્ચે તાત્કાલિક સંકલન કરી “ઝીરો કેઝ્યુઆલિટી” ના એપ્રોચ સાથે કામગીરી થઇ શકે તેનો વિશદ અભ્યાસ કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande