જુનાગઢ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રથમ જૂનાગઢ શહેરમાં ધારાસભ્યદ્વારા RDSS સ્કીમ અંતર્ગત LT AB કેબલ નાખવાની કામગીરીનો શુભારંભ
જૂનાગઢ,21 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકારની RDSS સ્કીમ અંતર્ગત પી.જી.વી.સી.એલમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા દબાણ (એલ.ટી.) વીજ લાઈનમાં વીજ વાયરની જગ્યાએ એલ.ટી. એરિયલ બંચ કેબલ નાખવાની કામગીરીનો શુભારંભ આજરોજ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા જૂ
RDSS સ્કીમ અંતર્ગત LT AB કેબલ નાખવાની કામગીરીનો શુભારંભ


જૂનાગઢ,21 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્ર સરકારની RDSS સ્કીમ અંતર્ગત પી.જી.વી.સી.એલમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં હળવા દબાણ (એલ.ટી.) વીજ લાઈનમાં વીજ વાયરની જગ્યાએ એલ.ટી. એરિયલ બંચ કેબલ નાખવાની કામગીરીનો શુભારંભ આજરોજ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા દ્વારા જૂનાગઢ શહેરમાંથી શરૂઆત કરવામાં આવેલ છે. સરકારની આ સ્કીમ અંતર્ગત જૂનાગઢ શહેરમાં 92 કિ.મી.ની એલ.ટી. વીજ લાઈનમાં 50 mm 2 એરિયલ બંચ કેબલ જુદી જુદી એસેસરીઝ સાથે લગાવવામાં આવશે.આજરોજ આ કામગીરીનો શુભારંભ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રથમ જૂનાગઢ શહેરના સેટેલાઈટ સબ ડિવિઝન જનકપુરી વિસ્તારમાંથી કરવામાં આવેલ છે. સરકારની આ સ્કીમ અંતર્ગત જૂનાગઢ વર્તુળ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ ના વિસ્તારમાં કુલ 374 કિ.મી. હળવા દબાણની વીજ લાઈનનું 8 કરોડના ખર્ચે કામગીરી કરવામાં આવશે. ઉપરોક્ત કામગીરીથી ગ્રાહકોને પાવર સપ્લાયની સાતત્યમાં વધારો થશે. વીજ અકસ્માતોથી રક્ષણ મળશે. વીજ વિક્ષેપ ની સમસ્યા નિવારણ થશે. આ તબક્કે ધારાસભ્યએ પી.જી.વી.સી.એલની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવેલ હતી તથા જૂનાગઢ ગીરનાર હિલ પ્રોજેક્ટની કપરી કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે અભિનંદન પાઠવેલ હતા.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande