પોરબંદર,02 જાન્યુઆરી (હિ.સ.) ગીર પંથકમાંથી સિંહ માધવપુર અને પોરબંદર સુધી આવી પહોચે છે. કારણ કે બરડો સિંહોનુ એક સમય રહેઠાણ હતુ જોકે ફરીથી સિંહોને બરડામાં લવામાં આવ્યા છે. થોડા દિવસો પૂર્વે ગીરમાંથી બે સિંહ માધવપુર પંથકમાં મુકામ કર્યો હતો ત્યારે માધવપુરના જંગલમાં એક દિવસ પૂર્વે બે સિંહ વચ્ચે ધમાસાણ યુધ્ધ થયુ હોવાનુ કહેવાય છે. જેમાં એક સિંહ ગંભીર રીતે ઘાયલ થયો હોવાનુ કહેવાય છે અને તેમને સારવાર માટે જુનાગઢ સકકર બાગ ખાતે લઇ જવામાં આવ્યો હોવાનુ કહેવાય છે.ગીર સિંહનુ ઘર કહેવામાં આવે છે. જોકે સિંહની વસ્તીમાં વધરો થતા તેમણે પણ પોતાનો વિસ્તારમા વધારો કર્યો છે. ત્યારે ગીરના સિંહ માંગરોળ, આંત્રોલી થઇ અને પોરબંદર સુધી પહોંચે છે. વર્ષો પહેલા એક સિંહ યુગલ પોરબંદર સુધી આવી પહોચ્યુ હતુ એ પછી સમાયંતરે સિંહ પોરબંદરના ઘેડ પંથક અને પોરબંદર સુધી આવ્યાની અનેક ઘટન બની છે. બે વર્ષ પૂર્વે આવેલા એક સિંહ હાલ બરડામાં મોજ કરે છે તો જંગલ સફારી બાદ વધુ આઠ જેટલા સિંહોને બરડામાં લાવ્યા છે. તો સાત વિરડામાં પણ એન્કલોઝરમાં સિંહ જોવા મળે છે.ત્યારે થોડા દિવસો પૂર્વે ગીરમાંગી વધુ બે સિંહ માધવપુર વિસ્તારમાં આવ્યા હતા અને આ વિસ્તારમાં મુકામ કર્યો હતો પરંતુ એક દિવસ પૂર્વે બે સિંહ વચ્ચે યુધ્ધ થયુ હતુ આ યુધ્ધ એટલુ ધમાસાણ હોવાનુ કહેવાય છે કે લોકોન ટોળા એકત્રીત થયા બાદ પણ બે સિંહ વચ્ચે લડાઇ ચાલતી હોવાનુ કહેવાય છે. સ્થાનિકોએ પોલીસ અને વનવિભાગને જાણ કરતા અધિકારીઓ દોડી ગયા હતા અને એક ઈજાગ્રસ્ત સિંહને બેભાન કર્યા બાદ તેમને પ્રાથમિક સારવાર માધવપુર આપવામાં આવતી હતી પરંતુ ઇજા વધુ ગંભીર હોવાના કારણે સિંહને વધુ સારવાર માટ જુનાગઢ સકકર બાગ ખાતે મોકલવામાં આવ્યો હોવાનુ કહેવાય છે. જોકે આ ઘટના અંગે વનવિભાગ દ્વારા કોઈ સત્તાવાર રીતે કોઇ વિગતો આપવામા આવી નથી પરંતુ આ પ્રકારની ઘટના બની હોવાની ચર્ચા માધવુપર પંથકમાં જોવા મળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya