ધારાસભ્ય કાંધલ જાડેજાએ પોતાના ખર્ચે ખેડૂતો માટે ડેમ માંથી પાણી છોડાવ્યું.
પોરબંદર,02 જાન્યુઆરી (હિ.સ.) રાણાવાવ -કુતિયાણા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંધલ જાડેજા હંમશા પ્રજા અને ખેડુતોના હમદર્દ રહ્યા છે. ધરતી પુત્રોને જયારે પણ સિંચાઈના પાણીની જરૂરીયાત રહે છે.ત્યારે કાંધલ જાડેજા સિંચાઈ માટે ભરવાની થતી રકમ જાતે ભરે છે .ત્યાર
MLA Kandhal Jadeja released water from the dam for farmers at his own expense.


MLA Kandhal Jadeja released water from the dam for farmers at his own expense.


પોરબંદર,02 જાન્યુઆરી (હિ.સ.) રાણાવાવ -કુતિયાણા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંધલ જાડેજા હંમશા પ્રજા અને ખેડુતોના હમદર્દ રહ્યા છે. ધરતી પુત્રોને જયારે પણ સિંચાઈના પાણીની જરૂરીયાત રહે છે.ત્યારે કાંધલ જાડેજા સિંચાઈ માટે ભરવાની થતી રકમ જાતે ભરે છે .ત્યારે વધુ એક વખત બાંટવા ખારામાંથી કુતિયાણા અને માણાવદરના ખેડુતોને સિંચાઈ માટે પાણી છોડવા માટેની સફળ રજુઆત કરી એટલુ જ નહીં સિંચાઇ માટેની રૂ. 465,400 જેવી રકમ પણ ધારાસભ્યે ભરી હતી.

માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમમાંથી રવિ સિંચાઈ માટે ઘારાસભૂય કાંઘલ જાડેજાની રજુઆતથી પાણી છોડવામાં આવ્યું છે. જેનો માણાવદર અને કુતીયાણા પંથકના 12 થી વઘુ ગામોના ખેડુતોએ વાવણી કરેલ ચણા જેવા રવિ પાકોને ફાયદો થશે અને તેનો લાભ કુતિયાણા અને માણાવદર તાલુકાના ખેડુતોને થશે જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બાંટવા ખારા ડેમમાંથી રવિ સિંચાઈ માટે પાણી છોડવા માટે ઘારાસભ્ય કાંઘલ જાડેજા દ્રારા રજુઆત કરી હોવાની સાથે ડેમમાંથી પાણી છોડવા માટે નિયમોનુસાર થતી ખર્ચની રૂ.46,400 રકમ પણ ઘારાસભ્યએ ભરી હતી જેના પગલે બાંટવા ખારા ડેમમાંથી 2 દરવાજા 0.30 મીટર ખોલીને 20એમસીએફટી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી.ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાના કારણે માણાવદર તાલુકાના કોડવાવ, એકલેરા, ભલગામ, થાપલા, સમેગા તેમજ કુતિયાણા તાલુકાના રેવદ્રા, મૈયારી, ધરસન, તરખાઈ, ગરેજ જેવા બાર થી વઘુ ગામોમાં ખેડુતોએ અંદાજે 600 હેકટર જમીનમાં વાવણી કરેલ ચણા સહિતના રવિ પાકોને ફાયદો થશે. જેથી પાણી છોડવાની શરૂઆત થયેલ ત્યારે ગામના સરપંચો અને ખેડુતોએ સિંચાઈ માટે છોડાયેલા નવા નીરને ડેમ સાઈટ પર વધાવયા હતા. આ તકે જણાવેલ કે, ખેડુતોના હિતમાં સાચા લોકપ્રતિનિધિ તરીકેની ફરજ કુતીયાણાના અમારા ઘારાસભ્ય કાંઘલ જાડેજાએ નિભાવી હોવાથી આ વિસ્તારના ખેડુતોએ ધારાસભ્ય કાંધલ જાડેજાનો આભાર વ્યકત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande