પોરબંદર,02 જાન્યુઆરી (હિ.સ.) પોરબંદર સહિત રાજયની નવ પાલિકાને મહાનગરપાલિકાનો દરજજો આપવામાં આવ્યો છે. અને કમિશ્નર અને ડેપ્યુટી કમિશ્નરની નિમંણુક પણ કરી દેવામા આવી છે. પોરબંદર મનપાનો વહિવટદાર તરીકે જીલ્લા કલેટકર એસ ડી ધાનાણીએ ચાર્જ સંભાળ્યો હતો જયારે પાલિકા પ્રમુખ ડો. ચેતના તિવારીએ પોતાનો ચાર્જ છોડયો હતો.પોરબંદર નગર પાલિકાને મહાનગરપાલિકાનો દરજજો નવા વર્ષના પ્રારંભે આપ્યો છે. અને પોરબંદર મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે એચ જે પ્રજાપતિ અને ડેપ્યુટી કમિશ્નર તરીકે એચ વી પટેલ તેમજ મનન ચર્તુવેદીને જવાબદારી સોંપવામાં આવી છે. આજે ગુરૂવારે જીલ્લા કલેકટર એસ ડી ધાનાણીએ વહિવટદાર તરીકે ચાર્જ સંભાળ્યો છે.પોરબંદર મહાનગરપાલિકાના કમિશ્નર તરીકે એચ જે પ્રજાપતિ ટુંક સમયમાં ચાર્જ સંભાળશે મનપાના વહિવટદાર અને જીલ્લા કલેકટર એસ ડી ધાનાણીએ પત્રકારો સાથેની વાતચીતમાં એવુ જણાવ્યુ હતુ પોરબંદર-છાયા નગરપાલિકામાં જાવર, વનાણા, દિગ્ગવિજયગઢ, રતનપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે મનપાની સીમાકંનની કામગીરી કરવામાં આવશે તેમાં 11 વોર્ડ બનશે અને તેમની આગમી સમયમાં ચુંટણી યોજશે ત્યાં વહિવટદાર તરીકે મારી જવાબદારી સંભાળીશ પોરબંદર મહાનગરપાલિકા બનતા પાલિકામાં આજથી ધમધમાટ જોવા મળી રહ્યો છે. જયાં સુધી મનપાની ચુંટણી નહીં થાય ત્યાં સુધી પોરબંદરમાં અધિકારીઓનુ રાજ રહેશે તેવી ચર્ચા જોવા મળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya