નવીદિલ્હી,6 ડિસેમ્બર (હિ.સ.) બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન, બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી સાથે, દુબઈ જવા રવાના થઈ ગયા છે. બંનેની મુલાકાત એરપોર્ટ પર થઈ હતી. આ પ્રવાસની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
સલમાન ખાન અને જીશાન સિદ્દીકી એરપોર્ટ પર પહોંચ્યા બાદ, બંનેએ એકબીજાને ગળે લગાવ્યા હતા. બાદમાં સલમાન ખાન એરપોર્ટ પર પ્રવેશ કરતી વખતે જીશાન સિદ્દીકી માટે પોતાની ચિંતા વ્યક્ત કરતો જોવા મળ્યો હતો. જીશાન અંદર ન જાય તેની ખાતરી કરવા સલમાન પાછળ વળીને જોતો રહ્યો. સલમાન ખાન, 7 ડિસેમ્બરે 'દબંગ' ધ ટૂર રિલોડેડમાં જોડાશે. આ ઈવેન્ટમાં સોનાક્ષી સિન્હા, જેકલીન ફર્નાન્ડીઝ, પ્રભુ દેવા, મનીષ પૉલ, દિશા પટણી, તમન્ના ભાટિયા, સુનીલ ગ્રોવર અને આસ્થા ગિલ પણ હાજર રહેશે. સલમાને થોડા દિવસ પહેલા, પોતાના એક્સ એકાઉન્ટ પર આ ઇવેન્ટની જાહેરાત કરી હતી. તેણે પોસ્ટમાં લખ્યું, દુબઈમાં 7મી ડિસેમ્બરે 'દબંગ' ધ ટૂર માટે તૈયાર થઈ જાઓ.
સલમાનના કામની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં આગામી ફિલ્મ 'સિકંદર'માં જોવા મળશે. આ ફિલ્મને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરી રહ્યા છે. આમાં સલમાન ખાન સાઉથની અભિનેત્રી રશ્મિકા મંદાના સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. તેમજ આ ફિલ્મ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર દુબે/સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ