નવી દિલ્હી, 13 જાન્યુઆરી (હિ.સ.) પીઢ અભિનેત્રી નીના ગુપ્તાની પુત્રી મસાબા ગુપ્તા, ત્રણ
મહિના પહેલા માતા બની હતી. પ્રખ્યાત ફેશન ડિઝાઇનર અને અભિનેત્રી મસાબાએ તેની
પુત્રીનું નામ જાહેર કર્યું છે. તેણે તેની પુત્રી સાથેનો ફોટો પોસ્ટ કર્યો અને
તેનું નામ અને તેનો અર્થ જણાવ્યો.
મસાબા ગુપ્તા અને તેમના પતિ અભિનેતા સત્યદીપ મિશ્રા, બંને
૧૧ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ
માતા-પિતા બન્યા. મસાબાએ એક પુત્રીને જન્મ આપ્યો છે. મસાબા અને સત્યદીપે આ સમાચાર
ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા. ઉપરાંત, મસાબાની માતા નીના ગુપ્તાએ પણ નાની બન્યા પછી તેના દોહિત્રી
સાથે, એક સુંદર ફોટો પોસ્ટ કર્યો છે. મસાબાએ પોતાની દીકરી ત્રણ મહિનાની થઈ ત્યારે,
તેના નામનું બ્રેસલેટ પહેરેલો પોતાનો ફોટો પોસ્ટ કર્યો.
મસાબાએ પોસ્ટ કરેલા ફોટામાં તેની પુત્રીનો હાથ દેખાય છે.
મસાબાના હાથમાં, 'માતારા' નામનું બ્રેસલેટ
દેખાય છે. મસાબાએ આ પોસ્ટમાં ‘માતારા’ નામનો અર્થ પણ સમજાવ્યો છે. મસાબાએ
કેપ્શનમાં લખ્યું, આ નામ નવ હિન્દુ
દેવીઓની દૈવી સ્ત્રી ઉર્જાનું પ્રતીક છે અને તેમની શક્તિ અને શાણપણનું
પ્રતિનિધિત્વ કરે છે.
મસાબા અને સત્યદીપ બંનેના આ બીજા લગ્ન છે. થોડા સમય સુધી
એકબીજાને ડેટ કર્યા પછી, બંનેએ બે વર્ષ
પહેલા ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા. તેમના લગ્નમાં તેમના પરિવારના સભ્યો હાજર રહ્યા
હતા. આ લગ્નમાં મસાબાના પિતા, ક્રિકેટર વિવિયન રિચાર્ડ્સ પણ હાજર રહ્યા હતા. મસાબાના
પહેલા લગ્ન મધુ મન્ટેના સાથે થયા હતા.જ્યારે સત્યદીપ
મિશ્રાના લગ્ન અદિતિ રાવ હૈદરી સાથે થયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ