21મા થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં, જાવેદ અખ્તરને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા 
નવી દિલ્હી, 11 જાન્યુઆરી (હિ.સ.) હાલમાં થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. ફિલ્મ 'બ્લેક ડોગ' સાથે ફેસ્ટિવલની શાનદાર શરૂઆત થઈ. ૧૬ જાન્યુઆરી સુધી ચાલનારા સાત દિવસીય મહોત્સવમાં વિવિધ એશિયન દેશોની ફિલ્મો દર્શાવવામાં આવશે. આ મહોત્સવ દરમિયાન ચાહ
જાવેદ અખ્તર


નવી દિલ્હી, 11 જાન્યુઆરી (હિ.સ.) હાલમાં થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. ફિલ્મ 'બ્લેક ડોગ' સાથે ફેસ્ટિવલની શાનદાર શરૂઆત થઈ. ૧૬ જાન્યુઆરી સુધી ચાલનારા સાત દિવસીય મહોત્સવમાં વિવિધ એશિયન દેશોની ફિલ્મો દર્શાવવામાં આવશે. આ મહોત્સવ દરમિયાન ચાહકોને ઘણી ગુણવત્તાયુક્ત કલાકૃતિઓ જોવા મળશે. આ મહોત્સવમાં જાવેદ અખ્તરનું સન્માન કરવામાં આવ્યું હતું.

એશિયન ફાઉન્ડેશન, સંસ્કૃતિ વિભાગ, મહારાષ્ટ્ર સરકાર અને ફિલ્મસિટીના સહયોગથી આયોજિત, 21મો થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. આ પ્રસંગે ફેસ્ટિવલના પ્રમુખ કિરણ શાંતારામ અને અભિનેત્રી સોનાલી કુલકર્ણી સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી. આ મહોત્સવમાં, સિનેમાની દુનિયામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા પ્રખ્યાત પટકથા લેખક અને ગીતકાર પદ્મ ભૂષણ જાવેદ અખ્તરને મહોત્સવના પ્રમુખ કિરણ શાંતારામ દ્વારા વિશેષ પુરસ્કાર 'એશિયન કલ્ચર'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

એવોર્ડ પ્રાપ્ત કર્યા પછી ખુશી વ્યક્ત કરતા લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહ્યું કે, ફિલ્મ ઉદ્યોગમાં લેખકોને તેમનું યોગ્ય સન્માન અને મહેનતાણું મળવું મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે, આપણી પાસે પ્રતિભાઓની મોટી ખાણ છે અને આપણે આપણી ભૂમિ પર પ્રાદેશિક કલાઓને યોગ્ય તકો આપીને તેના માટે સતત પ્રયાસ કરતા રહેવું જોઈએ. આપણી ફિલ્મોની પરંપરા ગીતો અને સંગીતની છે. જોકે, મને તાજેતરની ફિલ્મોમાં ગીતોનો અભાવ લાગે છે. દક્ષિણ ફિલ્મોમાં આ પરંપરાનું કડક પાલન કરવામાં આવે છે. જાવેદ અખ્તરે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો કે, જો આપણે ફિલ્મોમાં ગીતો અને સંગીતને મહત્વ આપીશું, તો આપણી ફિલ્મ ચોક્કસપણે વૈશ્વિક સ્તરે પ્રખ્યાત થશે.

જાવેદ અખ્તરે તેમના ગીતો, ગઝલો, ફિલ્મો, સંગીત અને પટકથા દ્વારા ફિલ્મ જગતમાં એક અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે. શોલે, ઝંઝીર, દીવાર જેવી અત્યંત લોકપ્રિય ફિલ્મો લખનારા પીઢ લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે ,અત્યાર સુધીમાં ચાહકોને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. ગીતકાર, પટકથા લેખક અને કવિ તરીકે, તેમણે ભારતીય સિનેમામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.

આ મહોત્સવનું 21મું વર્ષ છે જેની કલ્પના સ્વર્ગસ્થ સુધીર નંદગાંવકર દ્વારા કરવામાં આવી હતી અને મહોત્સવના અધ્યક્ષ કિરણ શાંતારામે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ મહોત્સવ સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ કરશે અને ફિલ્મ પ્રેમીઓને શ્રેષ્ઠ જોવાની તકો પૂરી પાડતો રહેશે. 21 મા થર્ડ આઈ એશિયન ફિલ્મ ફેસ્ટિવલના પ્રસંગે, અભિનેત્રી સોનાલી કુલકર્ણીએ દરેકને વિશ્વની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો જોવાનો આનંદ માણવાની શુભેચ્છા પાઠવી.

હિન્દુસ્તાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande