નવી દિલ્હી, 13 જાન્યુઆરી (હિ.સ.) રાણા દગ્ગુબાતીએ ફિલ્મ 'નાગબંધમ'નું, પહેલું પોસ્ટર રિલીઝ કર્યું તે તેમના ચાહકો માટે એક
મોટું આશ્ચર્ય છે. 'નાગબંધમ'નો પહેલો લુક
જોઈને સ્પષ્ટ થાય છે કે, આ ફિલ્મ એક્શન અને પૌરાણિક કથાઓનું શાનદાર મિશ્રણ રજૂ
કરવા જઈ રહી છે. રુદ્ર તરીકે વિરાટ કર્ણનો અદ્ભુત અવતાર દર્શકો માટે ખરેખર નવો
અનુભવ હશે. રાણા દગ્ગુબાતી દ્વારા શેર કરાયેલ આ પોસ્ટર અને લુક ફિલ્મ પ્રત્યેની
ઉત્સુકતા તો વધારી જ રહ્યો છે, પણ એ પણ દર્શાવે છે કે વિરાટ કર્ણએ પોતાના પાત્રમાં,
સંપૂર્ણપણે ડૂબી જવા માટે સખત મહેનત કરી છે.
આ ફિલ્મના દિગ્દર્શક અને લેખક અભિષેક નામા, તેમની દમદાર
વાર્તાઓ અને દિગ્દર્શન માટે જાણીતા છે. તેમના વિઝનમાં પૌરાણિક અને એક્શન તત્વોને
જોડવાની તેમની ક્ષમતા 'નાગબંધમ'ને એક, યાદગાર
સિનેમેટિક અનુભવ બનાવી શકે છે. ફિલ્મ 'નાગબંધમ'નું પહેલું પોસ્ટર શેર કરતા રાણાએ લખ્યું, નાગબંધમના વિરાટ કર્ણનો
પહેલો લુક રજૂ કરતાં ખૂબ જ આનંદ થયો. તે પહેલાથી જ એક રોમાંચક સફર જેવું લાગે છે.
આખી ટીમને શુભકામનાઓ.
'નાગબંધમ' ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને
મલયાલમમાં રિલીઝ થશે. ૨૦૨૫ માં રિલીઝ થનારી આ ફિલ્મનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું
છે, જે દર્શાવે છે કે
ટીમ દરેક પાસાઓ પર ખૂબ જ કાળજીપૂર્વક કામ કરી રહી છે. ફિલ્મના સેટ્સ, વિઝ્યુઅલ
ઇફેક્ટ્સ અને એક્શન સિક્વન્સ અંગે દર્શકોની અપેક્ષાઓ પહેલાથી જ ખૂબ ઊંચી છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ