મહિલા એશિયા કપ 2024નું આયોજન, શ્રીલંકા કરશે. આઠ ટીમો ભાગ લેશે
દુબઈ, નવી દિલ્હી, 27 માર્ચ (હિ.સ.) મહિલા એશિયા કપ 2024 ટી-20 ફોર્મેટમાં, 19 થી 28 જુલાઈ દરમિયાન દાંબ
કજ


દુબઈ, નવી દિલ્હી, 27 માર્ચ (હિ.સ.) મહિલા એશિયા કપ 2024 ટી-20 ફોર્મેટમાં, 19 થી 28 જુલાઈ દરમિયાન દાંબુલામાં રમાશે. આ વખતે ટુર્નામેન્ટમાં આઠ ટીમો, ભાગ લેશે. જેમાં પહેલાની આવૃત્તિની સરખામણીમાં એક વધારાની ટીમનો સમાવેશ થશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે, મંગળવારે ઉપરોક્ત માહિતી આપી હતી.

યજમાન શ્રીલંકા, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશની સાથે, મહિલા પ્રીમિયર કપ 2024 સેમી ફાઇનલિસ્ટ યુએઈ, નેપાળ, થાઇલેન્ડ અને મલેશિયા પણ ટૂર્નામેન્ટમાં સામેલ છે.

ગત વખતથી વિપરીત, જ્યારે બધી ટીમો સેમિફાઇનલ પહેલા એક-બીજા સાથે રમી હતી, ત્યારે આ વર્ષે, તેઓને બે જૂથોમાં વહેંચવામાં આવશે. ભારતને પાકિસ્તાન, યુએઈ અને નેપાળની સાથે ગ્રુપ એમાં સામેલ કરવામાં આવ્યું છે. જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ અને મલેશિયા ગ્રુપ બીમાં છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 21મી જુલાઈના રોજ મેચ રમાનાર છે.

દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો 26 જુલાઈએ, સેમિફાઈનલમાં ભાગ લેશે અને 28 જુલાઈના રોજ ખિતાબી મુકાબલો થશે.

એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના અધ્યક્ષ જય શાહે, ટુર્નામેન્ટના વિસ્તરણ વિશે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે ટીમો વચ્ચે, વધેલી ભાગીદારી અને સ્પર્ધા જોઈને ઉત્સાહિત છીએ. જે મહિલા ક્રિકેટની વધતી જતી લોકપ્રિયતા અને મહત્વને દર્શાવે છે. આ વિસ્તરણ, 2018 માં છ ટીમોથી 2022 માં સાત અને હવે આઠ, મહિલા રમત પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા અને એશિયન ક્રિકેટમાં વધતી જતી પ્રતિભાનો પુરાવો છે.

એસીસીના એક નિવેદનમાં પણ પુષ્ટિ કરવામાં આવી છે કે, સિલ્હટમાં આયોજિત અગાઉની આવૃત્તિની જેમ, ટૂર્નામેન્ટમાં માત્ર મહિલા અમ્પાયરો જ હશે.

એશિયા કપ સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશમાં શરૂ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમો માટે, ડ્રાય રન તરીકે કામ કરશે. એશિયા કપમાં, ભારત સાત ટાઇટલ જીત સાથે, ડિફેન્ડિંગ ચેમ્પિયન અને સૌથી સફળ ટીમ છે.

2012 થી, ટૂર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં રમાઈ રહી છે. જો કે 2020 માં ટૂર્નામેન્ટ પ્રથમ મુલતવી રાખવામાં આવી હતી અને પછી કોરોના રોગચાળા દરમિયાન રદ કરવામાં આવી હતી.

આ વર્ષે, એશિયા કપનો ઉત્તરાર્ધ ઈંગ્લેન્ડમાં 23 જુલાઈથી શરૂ થનારી મહિલા સો સ્પર્ધાની શરૂઆત સાથે ટકરાશે. આનાથી સ્મૃતિ મંધાના (સૌંઉદર્ન બ્રેવ), ચમારી અટાપટ્ટુ (ઓવલ ઇન્વિન્સીબલ્સ) અને રિચા ઘોષ (બર્મિંગહામ ફીનિક્સ)ની ભાગીદારી પર અસર પડી શકે છે.

મહિલા એશિયા કપ 2024 શેડ્યૂલ-

19 જુલાઈ, પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ, ભારત વિરુદ્ધ યુએઈ

20 જુલાઈ, મલેશિયા વિરુદ્ધ થાઈલેન્ડ, શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશ

21 જુલાઈ, નેપાળ વિરુધ્ધ યુએઈ, ભારત વિરુધ્ધ પાકિસ્તાન

22 જુલાઈ, શ્રીલંકા વિરુદ્ધ મલેશિયા, બાંગ્લાદેશ વિરુદ્ધ થાઈલેન્ડ

23 જુલાઈ, પાકિસ્તાન વિરુદ્ધ યુએઈ, ભારત વિરુદ્ધ નેપાળ

24 જુલાઈ, બાંગ્લાદેશ વિરુદ્ધ મલેશિયા, શ્રીલંકા વિરુદ્ધ થાઈલેન્ડ

26 જુલાઈ, સેમિ ફાઈનલ

28 જુલાઈ, ફાઈનલ.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande