ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે, મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- જંબુસરમાં ચાલી રહેલ મધ્યસ્થ મૂલ્યાંકન ખાતે, મતદાન વધે તે માટે શિક્ષકોએ પ્રતિજ્ઞા લીધી: સીગ્નેચર ઝુ
ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે, મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો


- જંબુસરમાં ચાલી રહેલ મધ્યસ્થ મૂલ્યાંકન ખાતે, મતદાન વધે તે માટે શિક્ષકોએ પ્રતિજ્ઞા લીધી: સીગ્નેચર ઝુંબેશ હાથ ધરી

ભરૂચ/અમદાવાદ,28 માર્ચ (હિ.સ.)આગામી લોકસભા ચુંટણી 2024ને અનુલક્ષીને સ્વીપ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર ડી. સુમેરાના માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો દ્વારા વધુમાં વધુ નાગરિકો અચૂક મતદાન કરે તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપક્રમે 22 ભરૂચ સંસદીય મતવિસ્તારમાં સામેલ 150-જંબુસર મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારીના દિશાનિર્દેશ અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં જંબુસરના ટંકારીભાગોળ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ચાની લારી પર અને મજૂરી કરતા લોકોને મળીને મતદાનની પવિત્ર ફરજ અંગે સૌને જાગ્રત કરવામાં આવ્યા હતા અને આગામી ચૂંટણીમાં અચૂક મતદાન કરવા શપથ લેવડાવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત જંબુસરની શ્રીમતિ એચ.એસ.શાહ હાઇસ્કૂલ ખાતે ચાલી રહેલ મધ્યસ્થ મૂલ્યાંકન ખાતે, મતદાન વધે તે માટે શિક્ષકોએ પ્રતિજ્ઞા લીધી હતી અને હું વોટ કરીશ તે અંગે સીગ્નેચર ઝુંબેશ હાથ ધરી હતી.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande