લોકશાહીના મહાપર્વમાં આજ રોજ 85 વર્ષનાં વડીલએ હોમ વોટિંગ વ્યવસ્થાથી મતદાન કર્યું
અમદાવાદ,27 એપ્રિલ (હિ.સ.) ચૂંટણીપંચની નવી પહેલ સિનિયર સિટીઝન કે દિવ્યાંગો માટેની “હોમ વોટિંગ” વ્યવસ
Today, the 85-year-old cast his vote through the home voting system in the grand festival of democracy


અમદાવાદ,27 એપ્રિલ (હિ.સ.) ચૂંટણીપંચની નવી પહેલ સિનિયર સિટીઝન કે દિવ્યાંગો માટેની “હોમ વોટિંગ” વ્યવસ્થાને આવકારીને ગાંધીનગર લોકસભા માટે આજ રોજ સુમિત્રાબેન પંડયા એ બેલેટ પેપરથી મતદાન કરીને ચૂંટણીના પર્વમાં સહભાગી બન્યાં.

હું ચૂંટણીપંચ અને તેનાં કર્મયોગીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે પણ 85 વર્ષનાં વડીલ મતદારને “હોમ વોટીંગ” કરાવશો.લોકશાહીનું મહાપર્વ ચાલી રહ્યું છે.આ પર્વમાં દરેક મતદાતાએ મતાધિકારનો ઉપયોગ કરીને નૈતિક ફરજ નિભાવીને મહાપર્વમાં ભાગીદાર થવાં માટે નમ્ર અપીલ.

લોકશાહીનું ગૌરવ અને રાષ્ટ્રનું ગૌરવ વધારવાં મતદાન અવશ્ય કરીએ.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande