15 દિવસીય સઘન કાર્યક્રમ અંતર્ગત સમગ્ર જિલ્લામાં સેલ્ફી કેમ્પેન યોજાયું
ભુજ/અમદાવાદ,27 એપ્રિલ (હિ.સ.) લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્
A selfie campaign was held in the entire district as part of a 15-day intensive program


ભુજ/અમદાવાદ,27 એપ્રિલ (હિ.સ.) લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લામાં મતદાન જાગૃતિ બાબતે વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા 15 દિવસીય મતદાન જાગૃતિ કાર્યક્રમ અન્વયે સમગ્ર જિલ્લામાં સેલ્ફી કેમ્પેનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જિલ્લામાં સેલ્ફી કેમ્પેનના કાર્યક્રમ હેઠળ વિશેષ રૂપે ફર્સ્ટ ટાઈમ વોટર તેમજ યુવા વોટરોમાં મતદાન જાગૃતિ માટે વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી તંત્ર તૈયાર કરવામાં આવેલા વિશેષ સેલ્ફી પોઇન્ટ કે જે દરેક વિધાનસભા વિસ્તારોમાં મુકવામાં આવ્યા છે ત્યાં મોટા પ્રમાણમાં યુવાનોએ સેલ્ફી પડાવીને મતદાન માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.સમગ્ર અભિયાનમાં 3000 કરાયું વધુ યુવા મતદારો જોડાયા હતા.

સમગ્ર કાર્યક્રમનું આયોજન TIP નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.પ્રજાપતિનાનેજા હેઠળ SVEEP નોડલ અધિકારી બી.એમ.વાઘેલા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande