ભરૂચ જિલ્લામાં ૩૦ માર્ચના રોજ, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા
- પરીક્ષા કેન્દ્રોની ફરતે 100 મીટરની હદમાં આવેલા, તમામ ઝેરોક્ષ સેન્ટરો 30 માર્ચ થી દરમ્યાન દમ્યાન સવ
ભરૂચ જિલ્લામાં ૩૦ માર્ચના રોજ, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા


- પરીક્ષા કેન્દ્રોની ફરતે 100 મીટરની હદમાં આવેલા, તમામ ઝેરોક્ષ સેન્ટરો 30 માર્ચ થી દરમ્યાન દમ્યાન સવારના 9 થી 18.30 સુધી બંધ રાખવા અંગે જાહેરનામું

ભરૂચ/અમદાવાદ,28 માર્ચ (હિ.સ.)કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા પરીક્ષા 30 માર્ચ રોજ ભરૂચ જિલ્લાના જુદા – જુદા 62 જેટલા પરીક્ષા કેન્દ્રોમાં લેવાનાર છે. જેમાં 30 માર્ચ શનિવારે સવારે 10.30 કલાકથી 13 કલાક સુધી અને ત્યારબાદ 15 કલાકથી 17.30 કલાક સુધી આ બે પરિક્ષા યોજાનાર છે.

આથી પરીક્ષા કેન્દ્રોની નજીક આવેલા ઝેરોક્ષ સેન્ટરોના કારણે કેટલાંક પરીક્ષાર્થીઓ કાપલીઓ તેમજ ઝેરોક્ષનો ઉપયોગ કરે, કરાવે છે તેના પરિણામે પરીક્ષામાં ગેરરિતીઓ થવાનો સંભવ રહે છે જેથી તમામ પરીક્ષા કેન્દ્રોની ફરતે 100 મીટરની હદમાં આવેલા ઝેરોક્ષ સેન્ટરો, 30 માર્ચથી દરમ્યાન સવારના 9થી 18.30 સુધી બંધ રાખવા આવશ્યક છે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande