અફઘાનિસ્તાનમાં, ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ગઈ
કાબુલ, નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ.) અફઘાનિસ્તાનમાં આજે (ગુરુવારે) સ્થાનિક સમયાનુસાર સવારે 5:44 કલાકે
્પોીૂગ


કાબુલ, નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ.) અફઘાનિસ્તાનમાં આજે (ગુરુવારે) સ્થાનિક સમયાનુસાર સવારે 5:44 કલાકે 4.2 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવ્યો હતો. નવી દિલ્હીમાં, ભારતના નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. હાલમાં કોઈ જાનહાનિની માહિતી નથી.

ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ, તેના એક્સ હેન્ડલ પર અફઘાનિસ્તાનમાં તાજેતરના ભૂકંપની વિગતો શેર કરી છે. નોંધનીય છે કે અફઘાનિસ્તાન ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં અફઘાનિસ્તાનમાં આવેલા, વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. આ ભૂકંપમાં આંખના પલકારામાં 2053થી વધુ લોકોના મોત થયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ


 rajesh pande