મેં હજી નિવૃત્તિ વિશે વિચાર્યું નથી: લિયોનેલ મેસી
વોશિંગ્ટન, નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ.) આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસી એ, હજી નિવૃત્તિ વિ
સોગ


વોશિંગ્ટન, નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ.) આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસી એ, હજી નિવૃત્તિ વિશે વિચાર્યું નથી અને કહે છે કે, તેની રમતની કારકિર્દી સમાપ્ત કરવાના નિર્ણયમાં વય નિર્ણાયક પરિબળ હશે નહીં.

36 વર્ષીય ખેલાડીએ કહ્યું કે, જ્યારે તેને લાગશે કે તે યોગદાન આપી શકતો નથી, તો જ તે તેની કારકિર્દીનો અંત લાવશે.

મેસી એ, બુધવારે બિગ ટાઈમ પોડકાસ્ટ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, મને ખબર છે કે, જયારે મને લાગશે છે કે હું હવે પ્રદર્શન કરી રહ્યો નથી, હું તેનો આનંદ માણી રહ્યો નથી અથવા મારા સાથી ખેલાડીઓને મદદ કરી રહ્યો નથી, હું નિવૃત્ત થઈશ.

તેણે કહ્યું, હું ખૂબ જ સ્વ-નિર્ણાયક છું. હું જાણું છું કે હું ક્યારે સારું કરું છું, ક્યારે નહીં, ક્યારે સારું રમું છું અને ક્યારે ખરાબ રમું છું. જ્યારે મને લાગશે કે તે પગલું ભરવાનો સમય આવી ગયો છે, ત્યારે હું વિચાર્યા વિના કરીશ. જો મને સારું લાગે, તો હું સ્પર્ધા ચાલુ રાખવાનો પ્રયત્ન કરીશ કારણ કે તે મને ગમે છે અને હું જાણું છું કે તે કેવી રીતે કરવું.

મેસી, જેણે આર્જેન્ટિનાને કતારમાં 2022 ફીફા વર્લ્ડ કપ ખિતાબમાં તેની કપ્તાની હેઠળ નેતૃત્વ કર્યું, તેણે કહ્યું કે, તેણે તે બધું પ્રાપ્ત કર્યું છે જેની ફૂટબોલમાં અપેક્ષા હતી. વર્લ્ડ કપમાં, મેસ્સીએ ફ્રાન્સ સામે ફાઇનલમાં બે ગોલ કર્યા અને ટુર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડીને આપવામાં આવેલ ગોલ્ડન બોલ જીત્યો.

આઠ વખતના બેલોન ડી'ઓર વિજેતાએ કહ્યું, મેં હજુ નિવૃત્તિ વિશે વિચાર્યું નથી. અત્યારે, હું ભવિષ્ય વિશે વિચાર્યા વિના દરેક દિવસ, દરેક ક્ષણનો આનંદ માણવાનો પ્રયાસ કરું છું. મારી પાસે હજુ પણ કેટલો સમય છે તે પણ સ્પષ્ટ નથી. હું આશા રાખું છું કે હું થોડા સમય માટે રમવાનું ચાલુ રાખું, કારણ કે તે જ મને આનંદ આપશે. જ્યારે સમય આવશે, ત્યારે હું ચોક્કસપણે નવી ભૂમિકાનો માર્ગ શોધીશ.

મેસી એ, તેની વર્તમાન ક્લબ ઇન્ટર મિયામી માટે, 19 મેચોમાં 16 ગોલ કર્યા છે અને સાત સહાય પૂરી પાડી છે. તે ગયા જુલાઈમાં પેરિસ સેન્ટ-જર્મનથી મફત ટ્રાન્સફર પર ક્લબમાં જોડાયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી


 rajesh pande