બીઆરઆઈ મુદ્દે નેપાળ બેકફૂટ પર, ચીની દૂતાવાસે મોકલી ડિપ્લોમેટિક નોટ
કાઠમંડુ, નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ.) નેપાળ તેની મહત્વાકાંક્ષી યોજના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆર
બીઆરઆઈ મુદ્દે નેપાળ બેકફૂટ પર, ચીની દૂતાવાસે મોકલી ડિપ્લોમેટિક નોટ


કાઠમંડુ, નવી દિલ્હી, 28 માર્ચ (હિ.સ.) નેપાળ તેની મહત્વાકાંક્ષી યોજના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઈ) ના અમલીકરણ કરાર પર, હસ્તાક્ષર ન કરવાને કારણે ચીન નાખુશ છે. નેપાળના વિદેશ મંત્રી નારાયણ કાજી શ્રેષ્ઠાને, ચીનની મુલાકાતે આમંત્રણ આપવા છતાં નિરાશ થતાં ચીને નારાજગી વ્યક્ત કરી છે.

ચીનની મુલાકાતે ગયેલા વિદેશ મંત્રી નારાયણકાજી શ્રેષ્ઠે, કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યાના બીજા દિવસે કાઠમંડુમાં ચીનના દૂતાવાસે નેપાળના વિદેશ મંત્રાલયને રાજદ્વારી નોંધ મોકલીને તેની નારાજગી વ્યક્ત કરી હતી. રાજદ્વારી નોંધમાં, પોખરા એરપોર્ટના નિર્માણ માટે બાકી લોન આપવા દબાણ સર્જાયું છે. વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે,” ચીને બાકીની લોન તાત્કાલિક પરત કરવા દબાણ કર્યું છે.”

વિદેશ સચિવ સેવા લમસાલે રાજદ્વારી નોંધ પ્રાપ્ત કરી હોવાનું સ્વીકાર્યું હતું પરંતુ તેની વિગતો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ચીને સ્પષ્ટ કહ્યું છે કે,” પોખરા એરપોર્ટ પર, આપવામાં આવેલી લોનના વ્યાજમાં કોઈ ઘટાડો કરવામાં આવશે નહીં.” નેપાળે ઘણી વખત વ્યાજ ઘટાડવાની વિનંતી કરી છે. એટલું જ નહીં, નેપાળ સરકાર સત્તાવાર રીતે પોખરા એરપોર્ટને બીઆરઆઈ પ્રોજેક્ટ માનવાનો ઇનકાર કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પંકજ દાસ / મુકુંદ / દધીબલ / ડો હિતેશ


 rajesh pande