અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે 24 કલાકમાં ફરી ધરતી ધ્રૂજી, તીવ્રતા 4.6
કાબુલ, નવી દિલ્હી, 29 માર્ચ (હિ.સ.) અફઘાનિસ્તાનમાં 24 કલાકમાં બીજી વખત ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ગઈ.
અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે 24 કલાકમાં ફરી ધરતી ધ્રૂજી, તીવ્રતા 4.6


કાબુલ, નવી દિલ્હી, 29 માર્ચ (હિ.સ.) અફઘાનિસ્તાનમાં 24 કલાકમાં બીજી વખત ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી ગઈ. આજે (શુક્રવારે) સ્થાનિક સમય અનુસાર, સવારે 5:11 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 નોંધવામાં આવી હતી. નવી દિલ્હીમાં ભારતના નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. હાલમાં કોઈ જાનહાનિની માહિતી નથી.

ભારતના નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ, તેના એક્સ હેન્ડલ પર અફઘાનિસ્તાનમાં તાજેતરના ભૂકંપની વિગતો શેર કરી છે. આ પહેલા ગઈકાલે (ગુરુવારે) સવારે સ્થાનિક સમય અનુસાર, સવારે 5:44 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નોંધનીય છે કે, અફઘાનિસ્તાન ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ છે.

ગયા વર્ષે ઓક્ટોબરમાં અફઘાનિસ્તાનમાં આવેલા વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. આ ભૂકંપમાં આંખના પલકારામાં 2053થી વધુ લોકોના મોત થયા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ મુકુંદ / ડો. હિતેશ


 rajesh pande