વડોદરામાં નોડલ,મદદનીશ નોડલ અધિકારીઓને આદર્શ આચારસંહિતાના અમલ અંગે માર્ગદર્શન
વડોદરા/અમદાવાદ,29 માર્ચ (હિ.સ.) લોકસભા સામાન્ય ચૂંટણી -2024 દરમ્યાન આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે
વડોદરામાં નોડલ,મદદનીશ નોડલ અધિકારીઓને આદર્શ આચારસંહિતાના અમલ અંગે માર્ગદર્શન


વડોદરા/અમદાવાદ,29 માર્ચ (હિ.સ.) લોકસભા સામાન્ય ચૂંટણી -2024 દરમ્યાન આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરના અધ્યક્ષ સ્થાને નોડલ અધિકારીઓ અને આચારસંહિતાના અમલીકરણ અધિકારીઓની બેઠક યોજાઈહતી.આ બેઠકમાં નોડલ,મદદનીશ નોડલ અધિકારીઓને આદર્શ આચારસંહિતાના અસરકારક અમલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વડોદરા શહેર જિલ્લામાં વિધાનસભાના તમામ મતદાન મથકો ખાતે ચૂંટણી જાહેર થાય ત્યારથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળામાં કરવાની થતી વિવિધ ચૂંટણીલક્ષી કાર્યવાહી તેમજ પ્રક્રિયાઓની સતત દેખરેખ માર્ગદર્શન તેમજ નિયંત્રણ સહિત ચૂંટણીના સરળ સંચાલન માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા વિવિધ 19 જેટલા નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી બી.એ.શાહે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત,ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી જાહેર થતાંની સાથે આદર્શ આચરસંહિતાનો ચુસ્ત અને અસરકારક અમલ કરવામાં આવશે.ચૂંટણી જાહેર થતાંની સાથે જ સરકારી,જાહેર અને ખાનગી મિલકતો પરથી રાજકીય પક્ષોની પ્રચારલક્ષીસામગ્રી સમયમર્યાદામાં હટાવી લેવા તેમણે નોડલ અધિકારીઓને સૂચનાઓ આપી હતી.વધુ શહેર જિલ્લામાં આવા સ્થળોનીઅત્યારથી જ ઓળખ કરી લેવા શાહે જણાવ્યું હતું.મેન પાવર મેનેજમેન્ટના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિએ જિલ્લાની દરેક કચેરીના વડાઓને પોતાની કચેરીના સ્ટાફની અધતન વિગતો ચૂંટણી શાખાને આપવા જણાવ્યું હતું.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંકે નોડલ અધિકારીઓને પોતાને સોંપવામાં આવેલ કામગીરી ક્ષતિ રહિત થાય તે જોવા જણાવી નિષ્ઠાપૂર્વક પોતાની કામગીરી કરવા જણાવ્યું હતું.આગામી લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદારો મતદાન કરે તે માટે મતદાર જાગૃતિ અભિયાનને વધુ વેગવાન બનાવવા તેમણે સૂચનાઓ આપી હતી.સ્વીપ હેઠળ જિલ્લામાં આગામી સમયમાં વિવિધ ઔધોગિક એકમો,સેવાભાવી સંસ્થાઓ સાથે મહત્તમ મતદાન માટે એમ.ઓ.યું કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande