ઈરાન હુમલાનો જવાબ આપવા અમેરિકા તૈયાર, બાઈડેન પ્રશાસને ટોચના સૈન્ય કમાન્ડરને ઈઝરાયેલ મોકલ્યા
વોશિંગ્ટન, નવી દિલ્હી, 12 એપ્રિલ (હિ.સ.) ઈરાનના હુમલાનો જવાબ આપવા અમેરિકા તૈયાર છે. ઈરાની હુમલાની વધ
ઈરાન હુમલાનો જવાબ આપવા અમેરિકા તૈયાર, બાઈડેન પ્રશાસને ટોચના સૈન્ય કમાન્ડરને ઈઝરાયેલ મોકલ્યા


વોશિંગ્ટન, નવી દિલ્હી, 12 એપ્રિલ (હિ.સ.) ઈરાનના હુમલાનો જવાબ આપવા અમેરિકા તૈયાર છે. ઈરાની હુમલાની વધતી જતી આશંકાઓ વચ્ચે, બાઈડેન વહીવટીતંત્રે ગઈકાલે અચાનક એક ટોચના અમેરિકન લશ્કરી કમાન્ડરને ઈઝરાયેલ મોકલ્યો. અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે,” ઇઝરાયેલ મોકલવામાં આવેલા આ સૈન્ય કમાન્ડરે ત્યાંના ઉચ્ચ અધિકારીઓ સાથે, ઇરાનને યોગ્ય જવાબ આપવા માટે સંયુક્ત વ્યૂહરચના પર ચર્ચા કરી.”

ન્યૂયોર્ક ટાઈમ્સે પોતાના રિપોર્ટમાં આ જાણકારી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે,” ઈરાને સીરિયામાં 1 એપ્રિલના હુમલા માટે વારંવાર ઈઝરાયેલને સજા કરવાની પ્રતિજ્ઞા લીધી છે.” આ હુમલામાં ઈરાનના ઘણા વરિષ્ઠ કમાન્ડર માર્યા ગયા હતા. અમેરિકન અધિકારીઓએ કહ્યું છે કે,” તે ઈરાનના કોઈપણ પ્રકારના હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે.” ઈઝરાયેલે પણ પોતાની સેનાને એલર્ટ પર રાખી છે.

અમેરિકી અધિકારીઓએ કહ્યું છે કે,” ઈરાનના હુમલાની સ્થિતિમાં બાઈડેન પ્રશાસન મક્કમતાથી ઈઝરાયેલની સાથે છે. આ દરમિયાન અમેરિકાએ ઈરાનને શાંત કરવા માટે ચીન અને ઈજીપ્ત જેવા દેશો સાથે પણ વાત કરી છે.” ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે અમેરિકી સંરક્ષણ પ્રધાન લોયડ ઓસ્ટિન સાથે, ફોન પર વાત કરી અને કહ્યું કે,” જો ઈરાન તેમના દેશ પર હુમલો કરશે તો તેને સહન કરવામાં આવશે નહીં.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો હિતેશ


 rajesh pande