નેત્રંગમાં ભગવાન રામજીની શોભાયાત્રામાં મુસ્લિમ પરિવારે પાણી અને છાસનું વિતરણ કર્યું
-44 ડિગ્રીમાં હિંદુ ભક્તોની સૂર્યા મંડળ દ્વારા તરસ છીપાવતા જોવા મળ્યો ભાઈચારાનો માહોલ -સૂર્યા મંડળ
નેત્રંગમાં ભગવાન રામજીની શોભાયાત્રામાં મુસ્લિમ પરિવારે પાણી અને છાસનું વિતરણ કર્યું


-44 ડિગ્રીમાં હિંદુ ભક્તોની સૂર્યા મંડળ દ્વારા તરસ છીપાવતા જોવા મળ્યો ભાઈચારાનો માહોલ

-સૂર્યા મંડળના રઉફ કાગજી વર્ષોથી લાલમંટોડીમાં નવરાત્રી અને ગણેશ ઉત્સવ પણ ઉજવે છે

ભરૂચ 19 એપ્રિલ ( હિ. સ ). નેત્રંગ ટાઉનમાં વર્ષોથી રહેતા મુસ્લિમ કાગજી પરિવાર દ્વારા રામજીની શોભાયાત્રામાં 44 ડિગ્રીમાં ફરતા ભગવાન રામના હિન્દુ ભક્તોની તરસ છીપાવવા પાણી અને છાશનું વિતરણ સુર્યા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેત્રંગ ટાઉનમાં મુસ્લિમ પરિવારે હિન્દુ સમાજ માટે તેમના તહેવારમાં તરસ છુપાવવાનું કામ કરતા ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો. આ બાબતની દરેક હિન્દુ સમાજ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી અને મુસ્લિમ સમાજના તહેવારમાં હિન્દુ સમાજ દ્વારા આવું કોઈ આયોજન થાય તેવી વાત કરી હતી.

નેત્રંગ ખાતે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી .આ શોભાયાત્રામાં એક ઉત્કૃષ્ટ બનાવ બન્યો હતો .વર્ષોથી નેત્રંગ ચાર રસ્તા નજીક રહેતા અબ્દુલ રઉફ ઇબ્રાહીમ કાગજી દ્વારા તેમના હિન્દુ મિત્રો સાથે રહી સુર્યા મંડળની સ્થાપના કરી હતી જે છેલ્લા 16 વર્ષથી લાલ મંટોડી વિસ્તારમાં નવરાત્રી તેમજ ગણેશ ઉત્સવ એક મુસ્લિમ થઈને ઉજવી રહ્યા છે ત્યારે તેમણે નેત્રંગ શહેરમાં રામજીની શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં હિન્દુ ભક્તો 44 ડિગ્રીમાં ફરી રહ્યા હતા ત્યારે તેમની તરસ છીપાવવાનું ઉમદા કાર્ય આ મુસ્લિમ પરિવારના સભ્યોએ કર્યું હતું. આશરે 700 લીટર મિનરલ ઠંડુ પાણી અને 3,500 પાઉચ છાશના વિતરણ કર્યા હતા. આ જોઈ નેત્રંગમાં ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો. જેની પ્રશંસા પોલીસ તંત્ર ,હિન્દુ સમાજ વગેરેએ કરી હતી અને 44 ડિગ્રી તાપમાનમાં છાશ અને ઠંડા પાણીનું સેવન કર્યું હતું . આ મુસ્લિમ પરિવારે હિન્દુ સમાજના દરેક ભક્તોની આંતરડી ઠારી હતી.નેત્રંગના મુસ્લિમ કાગજી પરિવારે પહેલા ભારતીય હોવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરુ પાડ્યું છે .

હિન્દુસ્થાન સમાચાર/અતુલ પટેલ


 rajesh pande