એક એવી બેગ જે, પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અને અચૂક મતદાનનો આપે છે સંદેશ
જુનાગઢ, 19 એપ્રિલ(હિ. સ.). લોકસભા સામાન્ય ચૂંટણી એટલે કે, લોકશાહીનું મહાપર્વમાં પ્લાસ્ટિક મુક્ત ગિરન
એક એવી બેગ જે, પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અને અચૂક મતદાનનો આપે છે સંદેશ


જુનાગઢ, 19 એપ્રિલ(હિ. સ.). લોકસભા સામાન્ય ચૂંટણી એટલે કે, લોકશાહીનું મહાપર્વમાં પ્લાસ્ટિક મુક્ત ગિરનારની નેમને સાર્થક કરવા એક વિશિષ્ટ પહેલ કરવામાં આવી રહી છે. સાથે જ તા.૭ મી મેએ મતદાન અવશ્ય કરીએ. તેવો એક આગવી ઢબે સંદેશ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અને મહત્તમ મતદાન થાય તે માટે નવીન પહેલ કરી છે. ૮૬- જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારમાં લોકસભા સામાન્ય ચૂંટણીમાં જુદા જુદા કામાર્થે વપરાતી પ્લાસ્ટિક બેગની જગ્યાએ કાપડની થેલી ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. ખાસ કરીને ગિરનાર નજીકના ઇકોસેન્સેટીવ ઝોન સહિતના મતદાન મથકમાં સ્ટેશનરી કે અન્ય વસ્તુઓના હેરફેર માટે ઇકો ફ્રેન્ડલી કાપડની થેલીનો વપરાશ કરવામાં આવશે. ઇકો સેન્સેટીવ ઝોનમાં પ્લાસ્ટિક ઉપર સદંતર પ્રતિબંધ હોવાથી આ વિસ્તારના મતદાન મથકમાં પ્લાસ્ટિકના ઉપયોગ વગર ચૂંટણી યોજવામાં આવશે અને કાપડની થેલીનો ઉપયોગ કરવામાં આવશે. આ કાપડની બેગ પર એક તરફ ''પ્લાસ્ટિક મુક્ત ગિરનાર'' અને થેલીની બીજી બાજુ ''મતદાન અવશ્ય કરીએ'' નો સંદેશ આપવામાં આવ્યો છે. આમ લોકશાહીના મહાપર્વમાં અચૂક મતદાનના સંદેશ સાથે પર્યાવરણ - પ્રકૃતિના જતન માટે પહેલ કરવામાં આવી છે.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ માટે રચનાત્મક અભિગમ સાથે જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ સાથે ગરવો ગિરનાર સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રહે તે માટે પણ જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર/મુકેશ સખિયા /બિનોદ


 rajesh pande