જૂનાગઢ જિલ્લામાં ૬૭૫ મતદાન મથકોનું થશે લાઈવ વેબકાસ્ટિંગ
જુનાગઢ, 19 એપ્રિલ(હિ. સ.)જૂનાગઢ જિલ્લા લોકસભા સામાન્ય અને વિધાનસભા પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા મુક
જૂનાગઢ જિલ્લામાં ૬૭૫ મતદાન મથકોનું થશે લાઈવ વેબકાસ્ટિંગ


જુનાગઢ, 19 એપ્રિલ(હિ. સ.)જૂનાગઢ જિલ્લા લોકસભા સામાન્ય અને વિધાનસભા પેટા ચૂંટણીની મતદાન પ્રક્રિયા મુકત, ન્યાયી અને પારદર્શિતા રીતે તેમજ આદર્શ આચારસંહિતાના ચુસ્ત અમલ સાથે સંપન્ન થાય તે માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે.ગુજરાત રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ તા.૭ મે ના રોજ મતદાન થનાર છે. જૂનાગઢ જિલ્લામાં કુલ ૧૩૩૫ મતદાન મથકો પર મતદાન થનાર છે. ત્યારે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કુલ મતદાન મથકોના ઓછામા ઓછા ૫૦ ટકા મતદાન મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગ એટલે કે મતદાન મથક પર વેબકાસ્ટિંગ કેમેરા દ્વારા વોચ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે મુજબ જૂનાગઢ જિલ્લામાં ૬૭૫ મતદાન મથકો પર લાઈવ વેબ કાસ્ટિંગ કરાશે.જૂનાગઢ જિલ્લાના ૬૭૫ મતદાન મથકો પર કેમેરા ગોઠવવામાં આવશે. જેમાં મતદાન અધિકારી દ્વારા મતદારની ઓળખ કરવાની કાર્યવાહી, મતદારની આંગળી ઉપર અવીલોપ્ય શાહી લગાવવી, મતદારની ઓળખ થઈ ગયા બાદ પ્રીસાઈડીંગ ઓફિસર દ્વારા કંટ્રોલ યુનિટ શરૂ કરવું. ઇ.વી.એમ.ના બેલેટ યુનિટમાં મત આપવા જતા મતદારની મતકુટીરની મુલાકાત. પરંતુ બેલેટ યુનિટનો કોઈપણ ભાગ કેમેરામાં દેખાવો જોઈએ નહીં. જેથી મતદાનની ગુપ્તતા જળવાઈ રહે. ઉપરાંત મતદાન બંધ કરતી વખતે ઈ.વી.એમ. અને વીવીપેટ સીલ કરવાની કાર્યવાહી તથા મતદાન એજન્ટોને ફોર્મ ૧૭-ક પુરા પાડવાની કાર્યવાહીનું રેકોર્ડીગ કરાશે. આ વેબ કાસ્ટિંગની કામગીરી પર નિરીક્ષણ અને નિયંત્રણ માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે. જેમાં એક વિધાનસભા મત વિસ્તારદીઠ બે કર્મચારીઓને દેખરેખ રાખવા માટે ફરજ સોંપવામાં આવશે. ઉપરાંત સુપર વિઝનની કામગીરી જિલ્લાના વેબકાસ્ટિંગ માટેના નોડલ ઓફિસરની પણ નિમણૂક કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, લોકશાહીના આ મહાપર્વની ઉજવણીમાં તમામ મતદારો નિર્ભિકપણે અને ઉત્સાહપૂર્વક ભાગ લઈ મહત્તમ મતદાન કરવા પ્રેરાય તે માટે જૂનાગઢ જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર/મુકેશ સખિયા

/બિનોદ


 rajesh pande