માલપુર તાલુકા ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું
મોડાસા,24 એપ્રિલ (હિ.સ.) આજરોજ સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નું ચૂટણી પ્રચાર કાર્યાલય મા
માલપુર તાલુકા ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું


મોડાસા,24 એપ્રિલ (હિ.સ.) આજરોજ સાબરકાંઠા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર નું ચૂટણી પ્રચાર કાર્યાલય માલપુર ખાતે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું. માલપુર ખાતે આ કાર્યાલયનું ઉદ્ઘાટન વિધાનસભા પ્રભારી રમેશભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે પ્રદેશ અનુ.જાતિ મોરચાના ઉપાધ્યક્ષ નટુંભાઈ પરમાર ,પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર,તાલુકા ભાજપ અગ્રણી મહેશ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભાગ્યશ્રીબેન,સંજય જયસ્વાલ,જિલ્લા અનુ.જાતિ મોરચા પ્રમુખ કરસન સોનેરી ,નાનજી વણકર અને ઈન્દિરા ખાંટ તેમજ તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યો અને તાલુકા સંગઠનના હોદ્દેદારો-સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ


 rajesh pande