વડાપ્રધાન મોદી આજે મુરૈના ના ચૂંટણી પ્રવાસે
ભોપાલ, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુરુવા
વડાપ્રધાન મોદી આજે મુરૈના ના ચૂંટણી પ્રવાસે


ભોપાલ, નવી દિલ્હી, 25 એપ્રિલ (હિ.સ.) લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગુરુવારે મધ્યપ્રદેશ ના મુરૈના જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે.

ભાજપના રાજ્ય મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલે કહ્યું કે, વડાપ્રધાન મોદી સવારે 10.30 વાગ્યે વિશેષ વિમાન દ્વારા ગ્વાલિયર એરપોર્ટ પહોંચશે અને અહીંથી સવારે 11 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા મુરૈના પહોંચશે. વડાપ્રધાન મોદી, મુરૈના ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાજપના ઉમેદવાર, શિવમંગલ સિંહ તોમરની તરફેણમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી મોહન યાદવ હાજર રહેશે.

વડાપ્રધાનની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હેલીપેડથી લઈને જાહેર સભા સ્થળ સુધી પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર/મુકેશ/સંજીવ / ડો. હિતેશ


 rajesh pande