આર.કે.એલ.પી માર્કેટમાં રાઠી દંપતિ સાથે 20.32 લાખની છેતરપિંડી
સુરત,27 એપ્રિલ (હિ.સ.) સુરત કડોદરા રોડ સારોલી સ્થિત આર.કે.એલ. પી માર્કેટમાં રાઠી દંપતિ સાથે રૂ, 20.
આર.કે.એલ.પી માર્કેટમાં રાઠી દંપતિ સાથે 20.32 લાખની છેતરપિંડી


સુરત,27 એપ્રિલ (હિ.સ.) સુરત કડોદરા રોડ સારોલી સ્થિત આર.કે.એલ. પી માર્કેટમાં રાઠી દંપતિ સાથે રૂ, 20.32 લાખની છેતરપિંડી કરવામાં આવી છે. મુંબઈના ઉલ્લાસનગરમાં ડી.એસ. ટ્રેડીંગના વેપારીએ દલાલ મારફતે માલ ખરીદ્યા બાદ માર્કેટના ધારાધોરણ પ્રમાણે પેમેન્ટ નહી કરી ઉઠમણું કરી ફરાર થઈ ગયો હતો. જેથી ભોગ બનનાર વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ રાજસ્થાનના જૈસલમેર પોકરણ ગામના વતની અને હાલ સુરત શહેરમાં પરવત પાટીયા મોડલટાઉન શ્યામ વાટીકા એપાર્ટમેન્ટમાં રહેતા 49 વર્ષીય દિનેશ જયકિશન રાઠી સુરત કડોદરા રોડ સારોલી સ્થિત આર.કે.એલ પી માર્કેટમાં માજીસા સ્ટેસન ફર્મના નામે ધંધો કરે છે. દિનેશ રાઠી પાસેથી શરુઆતમાં મહારાષ્ટ્રના થાણે ઉલ્લાસનગર શાંતીનગર પોલીસ સ્ટેશન પાસે કલ્યાણ રોડ વાલઘુની બ્રીજ રેજન્સી પ્લાઝા ખાતે ડી.એસ.ટ્રેડીંગ કંપનીના પ્રોપરાઈટર દિનેશ હરશુપ્રસાદ મિશ્રાએ કાપડ દલાલ સુનીલ મિશ્રા સાથે દુકાને આવી પોતે સારા વેપારી તરીકે ઓળખ આપી હતી અને એકબીજાની મદદથી કાપડનો વેપાર ચાલુ કરી શરુઆતમાં સમયસર પેમેન્ટ આપી વિશ્વાસ કેળવ્યો હતો.

ત્યારબાદ દિનેશ મિશ્રા અને દલાલ સુનીલએ અગાઉથી કરેલા કાવતરાના ભાગરૂપે ફેબ્રુઆરી માસમાં તેમના ફર્મમાંથી રૂપિયા 12,28,445 અને તેની પત્ની ઈન્દીરાબેનના વિણા ફેસન નામના ફર્મમાંથી રૂપિયા 8,03,745 મળી કુલ રૂપિયા 20,32,190નો કાપડનો માલ ખરીદ્યો હતો. માર્કેટના ધારા ધોરણ મુજબ નક્કી કરેલ સમયમાં આરોપીઓએ પેમેન્ટ નહી આપતા દિનેશ રાઠીએ પેમેન્ટની ઉઘરાણી કરતા શરુઆતમાં આપી દેવાનું કહી પેમેન્ટ નહી આપી દુકાન બંધ કરી ભાગી ગયા હતા. સારોલી પોલીસે દિનેશભાઈ રાઠીની ફરિયાદ લઈ દિનેશ હરશુપ્રસાંદ મિશ્રા અને દલાલ સુનીલ મિશ્રા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ


 rajesh pande