શ્રી સરસ્વતી શિશુમંદિર પ્રાથમિક વિભાગ પાટણ ખાતે પ્રતિભા અભિવાદન કાર્યક્રમ યોજાયો
પાટણ,03 એપ્રિલ (હિ.સ.) વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન, ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રી સરસ્વત
પાટણ ખાતે પ્રતિભા અભિવાદન કાર્યક્રમ યોજાયો


પાટણ ખાતે પ્રતિભા અભિવાદન કાર્યક્રમ યોજાયો


પાટણ ખાતે પ્રતિભા અભિવાદન કાર્યક્રમ યોજાયો


પાટણ ખાતે પ્રતિભા અભિવાદન કાર્યક્રમ યોજાયો


પાટણ ખાતે પ્રતિભા અભિવાદન કાર્યક્રમ યોજાયો


પાટણ,03 એપ્રિલ (હિ.સ.) વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન, ભારતીય સંસ્કાર નિકેતન સંચાલિત શ્રી સરસ્વતી શિશુમંદિર, શ્રીમતી ગીતાબેન રાકેશકુમાર શાહ વિદ્યાસંકુલ, પાટણ ખાતે દાતાઓનું સન્માન તથા પ્રતિભા અભિવાદન કાર્યક્રમ-2023-24 યોજાયો.

આ કાર્યક્રમમાં વિદ્યાલયને દાન આપનાર દાતાઓ સન્માન તથા સંપૂર્ણ વર્ષ દરમિયાન પોતાનું કૌશલ્ય દાખવનાર બાળકો કે જે ખેલ મહાકુંભ, કલાકુંભ, SGFI, વૈદિક તેમજ સાંસ્કૃતિક પ્રશ્નમંચ, સમૂહ ગાનસ્પર્ધા (ભારત વિકાસ પરિષદ તેમજ લાયન્સ ક્લબના ઉપક્રમે) તેમજ વિદ્યાભારતી દ્વારા આયોજિત ખેલકૂદમાં વ્યક્તિગત તથા વિવિધ ટીમ દ્વારા વિવિધ નંબરો પ્રાપ્ત કરેલ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં 119 જેટલા બાળકોએ વિવિધ ઇનામો પ્રાપ્ત કર્યા હતા.

શ્રી સરસ્વતી શિશુમંદિર (પ્રાથમિક વિભાગ)માં પ્રતિભા અભિવાદન કાર્યક્રમ 2023-24 યોજાયો. જેમાં મુખ્ય મહેમાન ભરત સાલવી તથા મુખ્ય વક્તા નવીન પ્રજાપતિ હાજર રહ્યા હતા. આવેલ મહેમાનઓનું વિદ્યાલય દ્વારા તિલક કરી શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેમાનોએ પણ બાળકોને પોતાના જીવનમાં યોગ્ય કારકિર્દી અંગે શુભાશિષ પાઠવી અને બાળકોને ઇનામ વિતરણ કરેલ.

ઉલ્લેખનીય છે કે, આ પુરસ્કાર ભરત સાલવી (પટોળાવાળા)ના સુપુત્ર તથા વિદ્યાલયના પૂર્વછાત્ર સ્વ.કૃણાલ સાલવીના સ્મરણાર્થે એમના દ્વારા આપવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજયભાઈ રાજગોર દ્વારા કરવામાં આવ્યું હતું તથા આ કાર્યક્રમના સંયોજક નીતિન પટેલ રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર/હાર્દિક પરમાર/હર્ષ શાહ


 rajesh pande