જામનગર થી પોરબંદર આવતી ટ્રેન માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.
પોરબંદર,01 જુલાઇ (હિ.સ.) દિલ્હી-સરાયરોહિલ્લા ગાડી નં. 20938, પોરબંદર આવી રહી હતી. આ ટ્રેન જામનગર રે
જામનગર થી પોરબંદર આવતી ટ્રેન માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.


પોરબંદર,01 જુલાઇ (હિ.સ.) દિલ્હી-સરાયરોહિલ્લા ગાડી નં. 20938, પોરબંદર આવી રહી હતી. આ ટ્રેન જામનગર રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી. તે સમય દરમિયાન પોરબંદર રેલવે પ્રોટેકશન ફોર્સનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. એ.એસ.આઈ. વિનયકુ માર સહિત આર.પી.એફ.ની ટીમ આ ટ્રેનમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે પેટ્રોલીંગ કરતાં કરતાં ટ્રેનના કોચ નં.એસ- ૩માં પહોંચ્યા હતાં. આ કોચમાં સીટ નં.15-16માં લાવારીશ હાલતમાં એક કાળા કલરની બેગ મળી આવી હતી. આ કાળા કલરની શંકાસ્પદ બેગ જોવા મળતાં આજુબાજુના પેસેન્જરોને

RPF ટીમે તપાસ હાથ ધરી હતી. આજુ બાજુ ના પેસેન્જરોને પૂછતાં આ બેગ પોતાની નહીં હોવાનું પેસેન્જરોએ જણાવ્યું હતું. તુરંત જ પોરબંદર આર.પી.એફ. પી.આઈ. યશવંતકુમાર શર્મા તથા ગર્વમેન્ટ રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ અમિત પરબતભાઈ તથા હેડ કોન્સટે બલ કે તનગીરી મનસુખગીરીને જાણ કરવામાં આવી હતી .નજીકમાંથી બે પંચોને બોલાવી પંચોની રૂબરૂમાં આ લાવારીશ હાલતમાં મળી આવેલ બેગની ચેકીંગ કરાયું હતું. આ બેગમાંથી જૂના છાપામાં વિટેલ વ્હાઈટ લેક વોડકાની 180 એમએલ કુલ 50 નંગ રાજસ્થાન લખેલી કિંમત રૂા.88 ની બોટલો મળી આવી હતી. 50 જેટલી બોટલ કુલ રૂા.4400 નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હિન્દુસ્થાન સમાચાર/ તેજસ ઢોલરીયા/હર્ષ શાહ


 rajesh pande