રાજકોટ અગ્નિકાંડ હાઇકોર્ટમાં સત્ય શોધક કમિટીનો રિપોર્ટ રજૂ,વધુ બે પીઆઇ થયા સસ્પેન્ડ
અમદાવાદ,03 જુલાઇ (હિ.સ.) રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે આજે હાઇકોર્ટમાં સત્ય શોધક કમિટીનો
રાજકોટ અગ્નિકાંડ હાઇકોર્ટમાં સત્ય શોધક કમિટીનો રિપોર્ટ રજૂ,વધુ બે પીઆઇ થયા સસ્પેન્ડ


અમદાવાદ,03 જુલાઇ (હિ.સ.) રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ મામલે આજે હાઇકોર્ટમાં સત્ય શોધક કમિટીનો રિપોર્ટ રજૂકરવામાં આવ્યો હતો,અગ્નિકાંડ મામલે રાજકોટ શહેરના બે પોલીસ ઈન્સ્પેક્ટર વી.આર.પટેલ અને એન.આઈ.રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ અગાઉ ફરજ બજાવી ચૂકેલા બે પી.આઇ. જે.વી.ધોળા અને વી.એસ.વણઝારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આમ સત્ય શોધક કમિટીની તપાસ બાદ ગુજરાત પોલીસ વડા વિકાસ સહાયના આદેશથી આજે વધુ બે રાજકોટના તત્કાલીન પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

રાજકોટથી પીઆઇ જે.વી.ધોળાની કરછ (પશ્ચિમ-ભુજ) ખાતે બદલી કરવામાં આવી હતી. હાલ તેઓ કચ્છમાં ફરજ બજાવી રહ્યા હતા. જ્યારે પીઆઇ વી.એસ. વણઝારા હાલ અમદાવાદ ફરજ બજાવી રહ્યા હતા. વર્ષ 2021માં આ બંને પીઆઇ રાજકોટમાં હતા. જેના માટે એસઆઇટીએ બંનેની જવાબદારી ફિક્સ કરી હતી. ગૃહ વિભાગના રિપોર્ટના આધારે ડીજીપી વિકાસ સહાયે બંનેને સસ્પેન્ડ કરવાનો આદેશ કરી દીધો છે.

રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટની ટકોર બાદ સરકાર દ્વારા આઈએએસની એક વધારાની સમિતિ રચવામાં આવી હતી. આ સમિતિ દ્વારા પણ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ સુપરત કરતા પહેલા કમિટી દ્વારા રાજકોટ શહેરના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા તથા આનંદ પટેલની પૂછપરછ કરી હતી. જેમાં આનંદ પટેલની દોઢ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે અમિત અરોરાની લગભગ બે કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

બન્ને અધિકારીઓની પૂછપરછ બાદ હવે સરકારને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. આ રિપોર્ટ આવતીકાલે બંધ કવરમાં હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે. આઈએએસની કમિટી દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન તમામ ટેક્નિકલ પાસા આવરી લેવામાં આવ્યા છે. જો કે મળતી માહિતી મુજબ એસઆઈટી અને હાઇકોર્ટની ટકોર બાદ રચવામાં આવેલી કમિટીના રિપોર્ટમાં સામ્યતા જોવા મળી છે.

હિન્દુસ્થાન સમાચાર/


 rajesh pande