નેત્રંગ અંકલેશ્વર રાજ્યધોરી માર્ગની અવદશાને લઈ ખાડામાં ભાજપાના ઝંડા ગાળી થયો વિરોધ.
- 7 વર્ષથી સતત દર વર્ષે ચોમાસાના પહેલા વરસાદમાં જ રસ્તામાં ગાબડા નહિ ગાબડામાં રસ્તો શોધવો પડે . -
નેત્રંગ અંકલેશ્વર રાજ્યધોરી માર્ગની અવદશાને લઈ ખાડામાં ભાજપાના ઝંડા ગાળી થયો વિરોધ.


નેત્રંગ અંકલેશ્વર રાજ્યધોરી માર્ગની અવદશાને લઈ ખાડામાં ભાજપાના ઝંડા ગાળી થયો વિરોધ.


નેત્રંગ અંકલેશ્વર રાજ્યધોરી માર્ગની અવદશાને લઈ ખાડામાં ભાજપાના ઝંડા ગાળી થયો વિરોધ.


- 7 વર્ષથી સતત દર વર્ષે ચોમાસાના પહેલા વરસાદમાં જ રસ્તામાં ગાબડા નહિ ગાબડામાં રસ્તો શોધવો પડે .

- નેત્રંગની એજન્સીએ રસ્તો તકલાદી બનાવતા ઘણા વર્ષોથી લોકોની કમર નહિ આખા શરીર તૂટી ગયા છે.

ભરૂચ,03 જુલાઇ (હિ.સ.) ભરૂચ જિલ્લાનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સાવ બેદરકાર અને ભ્રષ્ટાચારી બની જતા તેનો ભોગ જિલ્લાના વાહન ચાલકો બની રહ્યા છે .ભરૂચ જિલ્લામાં સૌથી વધુ ગોબાચારી નેત્રંગ , વાલીયા અને અંકલેશ્વર રસ્તામાં થઈ હોય જેને લીધે છેલ્લા સાત વર્ષથી હજારો લોકો રસ્તા બાબતે સાવ ત્રાસી ગયા છે .દર વર્ષે ચોમાસાના પહેલા જ વરસાદમાં 38 કિ.મી નો રસ્તો તૂટીને ખેદાન મેદાન થઈ જાય છે લોકોએ ખૂબ રજૂઆતો કરી પરંતુ રસ્તો રીપેર પણ યોગ્ય રીતે થતો નથી. આ વખત રસ્તાથી ત્રાસીને એક કોંગી અગ્રણીએ ફૂટ ફૂટના ખાડામાં ભાજપના ઝંડા ગાળીને વિરોધ નોંધાયો છે.

ભરૂચ જિલ્લાના નેત્રંગ ,વાલિયા અને અંકલેશ્વરના 38 કિમીના મુખ્ય માર્ગમાં ફૂટથી દોઢ ફૂટના અને કેટલા મોટો ખાડા પડી ગયા છે અને આ રાજ્યધોરી માર્ગ ખખડધજ બની જતા વાહનચાલકોની હાલત કફોડી બની ગઈ છે .રસ્તામાં ખાડા છે કે ખાડામાં ક્યાં રસ્તો છે તે નક્કી કરવું વાહન ચાલકો માટે અવઢવ બને છે જેના કારણે ત્રાસીને નેત્રંગના કોંગ્રેસ અગ્રણી તેમજ તેઓના સમર્થકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઝંડા ખાડામાં રોપી અનોખો વિરોધ નોંધાવ્યો છે. તેણે જાતે આ ખાડા પુરવાની કામગીરી હતી.આ રીતે વિરોધ કરતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

રાજ્ય માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે . નેત્રંગ ,વાલિયા અને અંકલેશ્વર રસ્તાનું તેમજ ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓનું સાત દિવસમાં સમરકામ નહીં થાય તો પહેલા ગાંધી ચિંધ્યા માર્ગે અને તોપણ કામગીરી નહિ કરે તો ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને રાજ્ય માર્ગ અને મકાન વિભાગના ભરૂચના અધિકારીનું તેની કચેરી સામે પૂતળું બાળવામાં આવશે ભલે પોલીસ ફરિયાદ થાય પરંતુ લોકો માટે તે પણ મંજૂર છે.કોંગ્રેસ અગ્રણી નેત્રંગ

અંકલેશ્વરથી વાલિયા સુધીના રસ્તાનો રીપેરીંગ ચાલુ છે જે મેટલીંગ કામ ચોમાસાને લીધે થઈ રહ્યું છે. ચોમાસામાં રીપેરીંગ ચાલુ જ રાખીશું 55 કરોડનું ઓનલાઈન ટેન્ડર હતું જે મંજૂરીમાં છે મંજૂર થયેથી 38 કિ.મી નું કામ છે તે કાચું કામ છે તે ચાલુ કરશું .અનિલ વસાવા કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ ભરૂચ.

ખરેખર સરકારમાં સતત રજૂઆત કરી છે. રસ્તો રાજ્ય સરકારમાં આ મુખ્યમંત્રીના અંડરમાં આવે છે. અંકલેશ્વર મુખ્યમંત્રી આવ્યા ત્યારે ઇન્ડસ્ટ્રીઝ વાળાઓએ પણ રજૂઆત કરી હતી .જે એજન્સીને આ ટેન્ડર મળ્યું છે તેની રસ્તાનું કામ કરવાની જવાબદારી છે તે દિવાળી પછી કરવાની વાત છે. કામ ભલે દિવાળીએ કરે પરંતુ હાલ મજબૂત પેચ મારે તો લોકોને તકલીફ ના પડે .આ બાબતે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના મુખ્ય અધિકારીને સુચના આપેલ છે. મનસુખ વસાવા સાંસદ ભરૂચ.

હિન્દુસ્થાન સમાચાર / અતુલ પટેલ

/હર્ષ શાહ


 rajesh pande