નેપાળમાં મોટી વિમાન દુર્ઘટના, 18ના મોત
નવી દિલ્હી, 24 જુલાઇ (હિ.સ.) બુધવારે સવારે નેપાળના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સૌરી એરલાઇન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા. સૌરી એરલાઇન્સનું આ વિમાન 9એન-એએમઈ(સીઆરજે-200) કાઠમંડુથી પોખરા
વિમાન


નવી દિલ્હી, 24 જુલાઇ (હિ.સ.)

બુધવારે સવારે નેપાળના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સૌરી એરલાઇન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત

થયું હતું. આ અકસ્માતમાં 18 લોકોના મોત થયા હતા.

સૌરી એરલાઇન્સનું આ વિમાન 9એન-એએમઈ(સીઆરજે-200) કાઠમંડુથી પોખરા

માટે સવારે 11 વાગ્યે ઉડાન ભરી

હતી. વિમાનમાં ટેકનિકલ સ્ટાફ અને ક્રૂ મેમ્બર સહિત 19 લોકો સવાર હતા. વિમાનના ક્રૂમાં કેપ્ટન મનીષ

શાક્ય અને કો-પાઈલટ સુશાંત કટુવાલ સામેલ હતા.

પોલીસે જણાવ્યું કે,” પ્લેનને મેન્ટેનન્સ માટે પોખરા રિજનલ હવાઈમથક

પર લઈ જવામાં આવી રહ્યું હતું. નેપાળના નાગરિક ઉડ્ડયન પ્રાધિકરણ અનુસાર, સૂર્યા

એરલાઇન્સનું સીઆરજે-7 (આરઇજે-9એનએએમઈ) વિમાન કાઠમંડુથી પોખરા માટે સ્થાનિક સમય મુજબ સવારે 11:11 વાગ્યે ઉડાન ભરી, જમણે વળ્યું અને

રનવેની પૂર્વ બાજુએ એક સ્થળે ક્રેશ થયું. વિમાનમાં આગ લાગી હતી. દુર્ઘટનાની જાણ

થતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

જો કે હવે વિમાનમાં લાગેલી આગ પર કાબુ

મેળવી લેવામાં આવ્યો છે. 18 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને એક ઘાયલ

વ્યક્તિને બચાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / દધીબલ યાદવ / પવન કુમાર / માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande