બજેટ ભાષણમાં દરેક રાજ્યનું નામ લેવું શક્ય નથી, તમામને ફાળવણી કરવામાં આવી છેઃ- નાણામંત્રી
નવી દિલ્હી, 24 જુલાઇ (હિ.સ.) નાણા પ્રધાન નિર્મલા સીતારમણે, બુધવારે વિપક્ષના આરોપોને નકારી કાઢ્યા હતા કે, વિપક્ષ સાશી રાજ્યો સાથે ભેદભાવ કરે છે. નાણામંત્રીએ રાજ્યસભામાં કહ્યું કે, બજેટ ભાષણમાં કોઈપણ રાજ્યનું નામ લેવામાં આવ્યું ન હતું, તેનો અર્થ એ નથી
વિત્ત


નવી દિલ્હી, 24 જુલાઇ (હિ.સ.) નાણા પ્રધાન નિર્મલા સીતારમણે, બુધવારે વિપક્ષના આરોપોને નકારી કાઢ્યા હતા કે, વિપક્ષ સાશી રાજ્યો સાથે ભેદભાવ કરે છે. નાણામંત્રીએ રાજ્યસભામાં કહ્યું કે, બજેટ ભાષણમાં કોઈપણ રાજ્યનું નામ લેવામાં આવ્યું ન હતું, તેનો અર્થ એ નથી કે તે રાજ્યને કંઈ આપવામાં આવ્યું નથી.

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આજે ​​આ મુદ્દો ઉઠાવ્યો હતો. આના જવાબમાં નાણામંત્રીએ કહ્યું કે, કોંગ્રેસના નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધને સમજવું જોઈએ કે, કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ દરેક રાજ્ય માટે ફાળવણી કરવામાં આવે છે. કોંગ્રેસ પક્ષ વર્ષોથી દેશમાં બજેટ રજૂ કરે છે. તેઓ એ પણ જાણે છે કે, બજેટ ભાષણમાં દરેક રાજ્યનું નામ નથી હોતું.

નાણામંત્રીએ મહારાષ્ટ્રનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રના વડાવનમાં 76 હજાર કરોડ રૂપિયાના ખર્ચે બંદરનું નિર્માણ થવા જઈ રહ્યું છે. બજેટ ભાષણમાં તેનો કોઈ ઉલ્લેખ નથી. આનો અર્થ એ નથી કે, કેન્દ્રએ ફાળવણી કરી નથી. કેન્દ્ર સરકારની યોજનાઓ હેઠળ દરેક રાજ્ય માટે ફાળવણી કરવામાં આવે છે.

સીતારમણે કહ્યું કે, કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષો દ્વારા લોકોને એવી છાપ આપવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આપણા રાજ્યોને કંઈ આપવામાં આવ્યું નથી. આ એક અપમાનજનક આરોપ છે. રાજ્યસભામાં વિપક્ષી સાંસદોએ બજેટને ભેદભાવપૂર્ણ ગણાવીને, સત્ર શરૂ થયા બાદ વિરોધની મિનિટોમાં વોકઆઉટ કર્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અનુપ શર્મા / રામાનુજ / માધવી

હિન્દુસ્થાન સમાચાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande