ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 82 ડોલરની નજીક, પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર
નવી દિલ્હી, 25 જુલાઇ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઘટીને 82 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ 77 ડોલર પ્રતિ બેરલની નજીક છે. જોકે, જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓ (પીએસયુ)એ ગુરુવારે પેટ્
ક્રુડ


નવી દિલ્હી, 25 જુલાઇ (હિ.સ.) આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ઘટીને 82 ડોલર અને ડબ્લ્યુટીઆઈ ક્રૂડ 77 ડોલર પ્રતિ બેરલની નજીક છે. જોકે, જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓ (પીએસયુ)એ ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્તાહના ચોથા દિવસે શરૂઆતના વેપારમાં બ્રાન્ડેડ ક્રૂડ 0.68 ડોલર એટલેકે, 0.83 ટકાના ઘટાડા સાથે બેરલ દીઠ 81.03 ડોલર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તે જ સમયે, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબ્લ્યુટીઆઈ) ક્રૂડ 0.67 ડોલર એટલેકે 0.86 ટકા ઘટીને બેરલ દીઠ 76.92 ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.

ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલ રૂ. 94.72, ડીઝલ રૂ. 87.62, મુંબઈમાં પેટ્રોલ રૂ. 103.44, ડીઝલ રૂ. 89.97, કલકતામાં રૂ. 104.95, ડીઝલ રૂ. 91.76, ચેન્નઈમાં પેટ્રોલ રૂ. 100.75 અને ડીઝલ રૂ. 92.34 પ્રતિ લિટર પર ઉપલબ્ધ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / મુકુંદ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ / માધવી વ્યાસ


 rajesh pande