નેસ્લે ઈન્ડિયાએ, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રૂ. 746.6 કરોડનો નફો કર્યો
-જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 6.9 ટકા વધીને રૂ. 746.6 કરોડ થયો છે. નવી દિલ્હી, 25 જુલાઇ (હિ.સ.) નેસ્લે ઈન્ડિયા લિમિટેડ, દૈનિક ઉપયોગમાં લેવાતી પેકેજ્ડ ફૂડ કંપનીએ એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 6.9 ટકા
નેસ્લે


-જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 6.9 ટકા વધીને રૂ. 746.6 કરોડ થયો છે.

નવી દિલ્હી, 25 જુલાઇ (હિ.સ.) નેસ્લે ઈન્ડિયા લિમિટેડ, દૈનિક ઉપયોગમાં લેવાતી પેકેજ્ડ ફૂડ કંપનીએ એપ્રિલ-જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 6.9 ટકા વધીને રૂ. 746.60 કરોડ થયો છે. કંપનીએ ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 698.34 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો.

નેસ્લે ઈન્ડિયાએ ગુરુવારે શેરબજારને જણાવ્યું કે, એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન કંપનીનો ચોખ્ખો નફો 6.9 ટકા વધીને રૂ. 746.60 કરોડ થયો છે. ગયા વર્ષે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 698.34 કરોડ રૂપિયા હતો. નેસ્લે ઈન્ડિયાની પ્રોડક્ટ વેચાણમાંથી પણ આવક 3.75 ટકા વધીને રૂ. 4,792.97 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 4,619.50 કરોડ હતી.

કંપનીએ જણાવ્યું હતું કે, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેનો કુલ ખર્ચ 2.7 ટકા વધીને રૂ. 3,844.01 કરોડ થયો છે. નેસ્લે ઇન્ડિયાનું સ્થાનિક વેચાણ પણ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં 4.24 ટકા વધીને રૂ. 4,608.50 કરોડ થયું છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 4,420.77 કરોડ હતું. આ સમયગાળા દરમિયાન તેની કુલ આવક 3.64 ટકા વધીને રૂ. 4,853.07 કરોડ થઈ છે.

ઉલ્લેખનીય છે કે નેસ્લે ઈન્ડિયા લિમિટેડ, સ્વિસ કંપની નેસ્લેની ભારતીય પેટાકંપની છે, જે બહુરાષ્ટ્રીય કંપની છે. તેનું મુખ્ય મથક ગુડગાંવ, હરિયાણામાં આવેલું છે. કંપનીના મુખ્ય ઉત્પાદનોમાં ખોરાક, પીણા, ચોકલેટ અને કન્ફેક્શનરીનો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / રામાનુજ / ડો. હિતેશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ / માધવી વ્યાસ


 rajesh pande