વિક્રાંત મેસીની ફિલ્મ, 'ફિર એ હસીન દિલરૂબા'નું ટ્રેલર રિલીઝ
નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.) 'હસીન દિલરૂબા'નો બીજા ભાગ એટલે કે, 'ફિર એ હસીન દિલરૂબા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. 'હસીન દિલરૂબા'ની સિક્વલની જાહેરાત થઈ ત્યારથી જ ચાહ
તપસી


નવી દિલ્હી, 25 જુલાઈ (હિ.સ.) 'હસીન દિલરૂબા'નો બીજા ભાગ એટલે

કે, 'ફિર એ હસીન

દિલરૂબા'નું ટ્રેલર રિલીઝ

થઈ ગયું છે. ટ્રેલર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. 'હસીન દિલરૂબા'ની સિક્વલની

જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો, ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. ટ્રેલરમાં જોવા મળે છે કે

તાપસીએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા છે. ચાહકો શરૂઆતમાં અનુમાન લગાવી રહ્યા છે કે,

ફિલ્મની આખી વાર્તા પ્રેમ,

રહસ્ય અને

છેતરપિંડી વિશે છે. એવું લાગે છે કે, તાપસીએ ફરી એકવાર તેની જાદુઈ છડી કામ કરી છે.

'હસીન દિલરૂબા'ની વાર્તાને આગળ

લઈ જઈને વાર્તામાં નવો વળાંક લાવવામાં આવ્યો છે. આ વખતે ફિલ્મમાં કેટલાક નવા

પાત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં સની કૌશલ અને જીમી શેરગીલ પણ સામેલ છે.

ટ્રેલર પરથી, સની કૌશલ તાપસી

અને વિક્રાંતની જેમ મહત્વપૂર્ણ લાગે છે. ટ્રેલર ખૂબ જ દમદાર છે. આમાં આપણને

રોમાન્સની સાથે સસ્પેન્સ-થ્રિલર જોવા મળે છે.

જુલાઈ 2021માં ઓટીટીપ્લેટફોર્મ નેટફ્લિક્ષ પર 'હસીન દિલરુબા'નું પ્રીમિયર

એક્સક્લુઝિવ રીતે થયું હતું. હવે 'ફિર એ હસીન દિલરૂબા' ફિલ્મ પણ નેટફ્લિક્સ પર 9મી ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મનું

નિર્દેશન જયાપ્રદ દેસાઈએ કર્યું છે. ફિલ્મની લેખિકા કનિકા ધિલ્લોન છે. 'ફિર આયી હસીન

દિલરૂબા'ને દર્શકોનો

પ્રેમ મળશે કે નહીં, તે પણ ટૂંક સમયમાં સ્પષ્ટ થઈ જશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ / માધવી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande