નવ દિલ્હી, 6 સપ્ટેમ્બર (હિ.સ.) ‘મી ટુ' ચળવળ એક સમયે, ખૂબ જ ચર્ચાનો વિષય હતો. 'મી ટુ' ચળવળ દરમિયાન, મનોરંજન ઉદ્યોગની
ઘણી મોટી હસ્તીઓ પર જાતીય સતામણીનો આરોપ લાગ્યો હતો. દરમિયાન, હેમા કમિટિનો
રિપોર્ટ બહાર આવ્યો ત્યારથી મલયાલમ, તમિલ અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાતીય સતામણી અને
શોષણના ચોંકાવનારા ખુલાસા થયા છે. એક પછી એક અભિનેત્રીઓ સામે આવી રહી છે અને જાતીય
સતામણી અંગે, ચોંકાવનારા દાવા કરી રહી છે. આ લિસ્ટમાં હવે પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ
શિલ્પા શિંદે પણ, સામેલ થઈ ગઈ છે.
શિલ્પા શિંદેએ આરોપ
લગાવ્યો છે કે,’ તેની કારકિર્દીની શરૂઆત દરમિયાન એક હિન્દી ફિલ્મ નિર્માતા દ્વારા,
તેણીને જાતીય સતામણી કરવામાં આવી હતી.’
સિરિયલ 'ભાભીજી ઘર પર હૈં'માં, અંગૂરી ભાભીનો રોલ કરીને લાઇમલાઇટમાં આવેલી શિલ્પા
શિંદેએ, તાજેતરમાં એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન, વાતચીતમાં
શિલ્પાએ એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે કહ્યું કે,’ એકવાર તેને ઓડિશનના નામે
એક ફિલ્મ પ્રોડ્યુસરને સેક્સ્યુઅલી આકર્ષિત કરવાનું કહેવામાં આવ્યું.’ શિલ્પાએ
કહ્યું, 'હું 1998-99ની
આસપાસ સંઘર્ષ કરી રહી હતી. હું નામ નથી કહી શકતી, પણ તેણે મને કહ્યું, 'તું આ કપડાં
પહેરીને આ સીન કર.' મેં તે કપડાં
પહેર્યા નહી. હું તે સમયે ખૂબ જ માસુમ હતી અને તેમના ઇરાદાને સમજી શકી ન હતી. તેથી
મેં તે સીન કર્યો પરંતુ તે વ્યક્તિએ, મારી સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો અને
હું ખૂબ ડરી ગઈ. તે સમયે હું તેને ધક્કો મારીને ભાગી ગઈ હતી. સુરક્ષાકર્મીઓએ તરત જ
મને ત્યાંથી જવાનું કહ્યું. તેઓએ વિચાર્યું કે હું અવાજ કરીશ અને મદદ માટે ચીસો
પાડીશ.”
જોકે, બિગ બોસની વિજેતા
શિલ્પા શિંદેએ, નિર્માતાના નામની જાહેરાત કરી નથી. તેણે કહ્યું કે, 'નિર્માતા હિન્દી
સિનેમાના પ્રખ્યાત વ્યક્તિ હતા. હું બિલકુલ ખોટું નથી બોલી રહી, પણ હું અત્યારે
તેનું નામ કહી શકતી નથી. તેમના બાળકો કદાચ મારાથી થોડા નાના છે અને જો હું હવે આનો
ઉલ્લેખ કરીશ તો તેમને પણ નુકસાન થશે. થોડા વર્ષો પછી હું તેમને ફરીથી મળી. તે સમયે
તેમણે મારી સાથે ખૂબ જ પ્રેમથી વાત કરી. તેમણે મને ઓળખી નહીં. તેમણે મને ફિલ્મમાં
અભિનય કરવાની ઓફર પણ કરી હતી, પરંતુ મેં ના પાડી દીધી હતી.”
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનીલ સક્સેના /
ડો માધવી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ